Home » photogallery » રમતો » ભારતીય વર્લ્ડ કપની ટીમમાં આ ત્રણ 'ગુજ્જુ' ખેલાડીઓનો થયો સમાવેશ

ભારતીય વર્લ્ડ કપની ટીમમાં આ ત્રણ 'ગુજ્જુ' ખેલાડીઓનો થયો સમાવેશ

અગામી ક્રિકેટ વર્લ્ડ કપ માટે ટીમની પસંદગી કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, ત્રણ ગુજરાતી ખેલાડીઓનો વર્લ્ડકપની ટીમમાં સમાવેશ થયો છે.

  • 16

    ભારતીય વર્લ્ડ કપની ટીમમાં આ ત્રણ 'ગુજ્જુ' ખેલાડીઓનો થયો સમાવેશ

    ઈંગ્લેન્ડમાં અગામી મહિને શરૂ થનારા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ટીમ પસંદગીની સમિતીની મુંબઈમાં બેઠક યોજાઈ હતી. જેમાં અગામી ક્રિકેટ વર્લ્ડ કપ માટે ટીમની પસંદગી કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, ત્રણ ગુજરાતી ખેલાડીઓનો વર્લ્ડકપની ટીમમાં સમાવેશ થયો છે.

    MORE
    GALLERIES

  • 26

    ભારતીય વર્લ્ડ કપની ટીમમાં આ ત્રણ 'ગુજ્જુ' ખેલાડીઓનો થયો સમાવેશ

    જો સૌપ્રથમ ગુજરાતના ખેલાડીઓની વાત કરીએ તો, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને વર્લ્ડ કપની ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 36

    ભારતીય વર્લ્ડ કપની ટીમમાં આ ત્રણ 'ગુજ્જુ' ખેલાડીઓનો થયો સમાવેશ

    ઈંગ્લેન્ડમાં 30 મેથી 14 જુલાઈ દરમિયાન યોજાનારા ક્રિકેટના મહાકુંભ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 માટે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે.

    MORE
    GALLERIES

  • 46

    ભારતીય વર્લ્ડ કપની ટીમમાં આ ત્રણ 'ગુજ્જુ' ખેલાડીઓનો થયો સમાવેશ

    જસપ્રિત બુમરાહ
    જસપ્રિત જસબીરસિંહ બુમરાહનો જન્મ અમદાવાદમાં 6 ડિસેમ્બર 1993ના રોજ થયો હતો. તે જમણા હાથનો ફાસ્ટ-મધ્યમ બેટ્સમેન છે, અને પોતાની બોલિંગ સ્ટાઈલથી પ્રસિદ્ધ છે. બુમરાહે 4 એપ્રિલ 2013ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ 3/32 લઈને, મુંબઈ ઈન્ડીયન્સ માટે એક સફળ ઈન્ડીયન પ્રિમીયર લીગની શરૂઆત કરી હતી. જ્ન્યુઆરી 2016માં તે ઘાયલ મોહમ્મદ સમીની જગ્યાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની શ્રેણી માટે ભારતની ટી-20 આંતરરાષ્ટ્રીય ટીમમાં જોડવામાં આવ્યો. બુમરાહના કરિયરનો સર્વશ્રેષ્ઠ આંકડો 6/33 છે. તે 2018-19ના કેલેન્ડર વર્ષમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં પાંચ વિકેટ લેવાવાળો પહેલો એશિયન બોલર બની ગયો.

    MORE
    GALLERIES

  • 56

    ભારતીય વર્લ્ડ કપની ટીમમાં આ ત્રણ 'ગુજ્જુ' ખેલાડીઓનો થયો સમાવેશ

    રવિન્દ્ર જાડેજા
    રવિન્દ્ર અનિરુદ્ધ જાડેજાનો જન્મ સૌરાષ્ટ્રના નવાગમ ખેડમાં 6 ડિસેમ્બર 1988ના રોજ થયો. તે પ્રથમ શ્રેણીના ક્રિકેટમાં સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે ચે. જાડેજા એક ડાભા હાથનો બેટ્સમેન છે. તે ધીમી ગતીએ પ્રાચિન શૈલીમાં બોલિંગ પણ કરે છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત 8 ફેબ્રુઆરી 2009ના રોજ કરી. તેણે ભાગ્યશાળી રહી 60 રન ફટકાર્યા, જોકે ભારત મેચ હારી ગયું હતું. 21 ડિસેમ્બર 2009ના રોજ કટકમાં શ્રીલંકા વિરુદ્ધ ત્રીજી વન ડેમાં જાડેજાને ચાર વિકેટ લેવા માટે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. તેનો સર્વશ્રેષ્ઠ બોલિંગનો આંકડો 32/4 છે.

    MORE
    GALLERIES

  • 66

    ભારતીય વર્લ્ડ કપની ટીમમાં આ ત્રણ 'ગુજ્જુ' ખેલાડીઓનો થયો સમાવેશ

    હાર્દિક પંડ્યા
    હાર્દિક હિમાંશુ પંડ્યા, જે ભારતીય ક્રિકેટનો ઉભરતો સિતારો છે. હાર્દિકનો જન્મ 11 ઓક્ટોબર 1993માં સૂરતમાં થયો હતો. હાર્દિક પંડ્યા જમણા હાથનો મધ્યમ ફાસ્ટ બોલર છે. તેમે પોતાના કરિયરની શરૂઆત 26 જાન્યુઆરી 2016ના રોજ ટી20 સાથે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ચેમ્પિયન ટ્રોફિ 2017માં પંડ્યાએ બોતાની બોલિંગથી પાકિસ્તાનના પ્લેયરોને મુશ્કેલીમાં મુકી દીધા હતા.

    MORE
    GALLERIES