ભારતે વિશ્વ ક્રિકેટમાં (cricket)જે સ્થાન મેળવ્યું છે, તે ભાગ્યે જ અન્ય કોઈ દેશે મેળવ્યું હશે. ભારતે 1983નો વર્લ્ડ કપ જીતવાથી માંડીને 2022માં 1000મી વન ડે રમવા સુધીની અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. ભારતે ક્રિકેટને લોકપ્રિય બનાવ્યું છે, આ સાથે જ સચિન તેંડુલકરથી (Sachin Tendulkar)લઈને રાહુલ દ્રવિડ (rahul dravid)અને સૌરવ ગાંગુલીથી લઈને અનિલ કુંબલે (anil kumble)સહિતના ઘણા દિગ્ગજ ખેલાડીઓ પણ આપ્યા છે. હવે તેમની બીજી પેઢી સફળતાની સીડી તરફ આગળ વધી રહી છે. ઘણા ક્રિકેટ સ્ટાર્સ પોતાની પર્સનલ લાઈફને પ્રાઈવેટ રાખવા માંગે છે. તેથી આ સ્ટાર્સનો પરિવાર લાઇમલાઇટથી દૂર રહે છે. પણ લોકોને તેમના અંગે જાણવાની ઈચ્છા હોય છે, જેથી આજે અહી દિગ્ગજ ખેલાડીઓના સંતાન શું કરે છે? તે અંગે જાણકારી આપવામાં આવી છે.
અનિલ કુંબલેની પુત્રી અરુણી અને પુત્ર મયાસ - ભારતના પૂર્વ સ્પિનર અનિલ કુંબલેની પુત્રી અરુણી 28 વર્ષની છે અને વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) છે. અરુણીએ લંડનની ઈમ્પિરિયલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. તેણે બેંગલુરુ ખાતેથી શાળાકીય શિક્ષણ લીધું હતું. અરુણીના બાયોલોજિકલ પિતા જહાંગીરદાર છે, પરંતુ હવે તે તેની માતા અને અનિલ કુંબલે સાથે રહે છે. કુંબલેના પુત્રનું નામ મયાસ છે. તે 20 વર્ષનો છે અને તે હાલ બેંગલુરુની ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. મયાસને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીનો શોખ છે.
સૌરવ ગાંગુલીની પુત્રી સના - પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની પુત્રીનું નામ સના છે. સનાનો જન્મ કલકતાના બેહાલામાં થયો હતો. તેણે લા માર્ટિનિયર ફોર લોરેટો હાઉસ સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું છે. હાલમાં તે ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. સૌરવની પુત્રી તેની માતા ડોના ગાંગુલીની જેમ જ એક પ્રશિક્ષિત ડાન્સર છે.
સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન અને પુત્રી સારા - સચિન તેંડુલકરના પુત્ર અર્જુનથી ઘણા લોકો પરિચિત છે. તેનો જન્મ 1999માં થયો હતો. અર્જુન તેંડુલકર તાજેતરમાં IPLની મુંબઈ ટીમનો ભાગ રહ્યો છે. જ્યારે સચિન તેંડુલકરની પુત્રીનું નામ સારા છે. તેણે મુંબઈની ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું છે અને યુનિવર્સિટી કોલેજ લંડન (યુસીએલ)માં મેડિકલનો અભ્યાસ કર્યો છે. સારાને મોડેલિંગમાં પણ રસ છે. ઇન્સ્ટાગ્રામ પર સારાના 1.7 મિલિયન ફોલોઅર્સ છે.