Home » photogallery » રમતો » IND vs NZ: મહાકાલના દર્શને પહોંચ્યા ભારતીય ખેલાડીઓ, સુર્યકુમારે કરી ઋષભ પંતના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના

IND vs NZ: મહાકાલના દર્શને પહોંચ્યા ભારતીય ખેલાડીઓ, સુર્યકુમારે કરી ઋષભ પંતના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના

Indian cricket team in Ujjain Mahakal Mandir: ભારતે 24 જાન્યુઆરીએ ઈન્દોરમાં ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી અને છેલ્લી વનડે રમવાની છે. આ મેચ પહેલા સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદર મહાકાલ જ્યોતિર્લિંગના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા હતા. અહીં ભસ્મારતીમાં ભાગ લેવા ઉપરાંત ભારતીય ખેલાડીઓએ અભિષેક પણ કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ તેના સાથી ખેલાડી ઋષભ પંતના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી હતી.

विज्ञापन

  • 18

    IND vs NZ: મહાકાલના દર્શને પહોંચ્યા ભારતીય ખેલાડીઓ, સુર્યકુમારે કરી ઋષભ પંતના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના

    ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વન-ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ 24 જાન્યુઆરીના રોજ ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્માની ટીમ ઇન્ડિયા જ બે મેચ જીતી સિરીઝ પોતાના નામે કરી ચુકી છે. હવે નજર ન્યુઝીલેન્ડની ક્લિનસ્વીપ છે.
    (ફોટો: ANI)

    MORE
    GALLERIES

  • 28

    IND vs NZ: મહાકાલના દર્શને પહોંચ્યા ભારતીય ખેલાડીઓ, સુર્યકુમારે કરી ઋષભ પંતના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના

    આ પહેલા સોમવારે ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ ઉજ્જૈન પહોંચ્યા અને મહાકાલ મંદિરે સવારે થવા વાળી ભસ્મ આરતીમાં સામેલ થયા. એમાં સુર્યકુમાર યાદવ, વોશિંગટન સુંદર અને કુલદીપ યાદવ ઉપરાંત સ્ટાફ પણ કેટલાક સભ્ય પણ સામેલ હતા. (ફોટો: ANI)

    MORE
    GALLERIES

  • 38

    IND vs NZ: મહાકાલના દર્શને પહોંચ્યા ભારતીય ખેલાડીઓ, સુર્યકુમારે કરી ઋષભ પંતના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના

    ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ મહાકાલ મંદિરમાં ભસ્મ આરતીમાં જોડાવા સાથે ગર્ભગૃહમાં પંચામૃત પૂજા સાથે અભિષેક કર્યો હતો. ઉજ્જૈનના સાંસદ અનિલ ફિરોઝિયા ઉપરાંત મંદિર પ્રબંધન સમિતિએ પણ તેમનું સ્વાગત કર્યું હતું. (ફોટો: ANI)

    MORE
    GALLERIES

  • 48

    IND vs NZ: મહાકાલના દર્શને પહોંચ્યા ભારતીય ખેલાડીઓ, સુર્યકુમારે કરી ઋષભ પંતના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના

    ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતા અને સામાન્ય લોકોની વચ્ચે બેસીને ભસ્મારતી નિહાળી હતી. આ દરમિયાન સૂર્યકુમાર, વોશિંગ્ટન સુંદર અને કુલદીપ શિવની ભક્તિમાં ડૂબેલા જોવા મળ્યા હતા.

    MORE
    GALLERIES

  • 58

    IND vs NZ: મહાકાલના દર્શને પહોંચ્યા ભારતીય ખેલાડીઓ, સુર્યકુમારે કરી ઋષભ પંતના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના

    પંત જલ્દી સાજા થવા માટે પ્રાર્થના કરી: સૂર્યકુમાર: જ્યારે સૂર્યકુમાર મંદિરના દર્શન કરીને બહાર આવ્યા ત્યારે તેમણે મીડિયા સાથે વાત કરી હતી. જેમાં બેટ્સમેને કહ્યું કે, મહાકાલેશ્વર મંદિરમાં આવીને ખૂબ જ આનંદ થયો. મન શાંત થઈ ગયું. (ફોટો: ANI)

    MORE
    GALLERIES

  • 68

    IND vs NZ: મહાકાલના દર્શને પહોંચ્યા ભારતીય ખેલાડીઓ, સુર્યકુમારે કરી ઋષભ પંતના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના

    અત્યારે અમારા માટે ઋષભ પંત સૌથી મહત્વપૂર્ણ છે. અમે અમારા ભાઈ ઋષભ પંતના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી. જેટલો વહેલો તેઓ સ્વસ્થ થઈને પાછા આવે તેટલું આપણા માટે સારું. મારા માટે તો બસ એ જ ભગવાન પાસે માંગ્યું કે અમે વધુ મહેનત કરીએ.

    MORE
    GALLERIES

  • 78

    IND vs NZ: મહાકાલના દર્શને પહોંચ્યા ભારતીય ખેલાડીઓ, સુર્યકુમારે કરી ઋષભ પંતના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના

    છેલ્લી ODI સાથે જોડાયેલા સવાલ પર સૂર્યકુમારે કહ્યું કે અમે સિરીઝ જીતી લીધી છે અને ટીમ ઈન્ડિયા ઈન્દોરમાં યોજાનારી છેલ્લી ODI માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તમને જણાવી દઈએ કે રાયપુરમાં રમાયેલી બીજી વનડેમાં ભારતે ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવ્યું હતું.

    MORE
    GALLERIES

  • 88

    IND vs NZ: મહાકાલના દર્શને પહોંચ્યા ભારતીય ખેલાડીઓ, સુર્યકુમારે કરી ઋષભ પંતના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના

    આ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 108 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું અને જીતનો ટાર્ગેટ 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. રોહિત શર્માએ અડધી સદી ફટકારી હતી. સૂર્યકુમારને બેટિંગ કરવાની તક મળી ન હતી.

    MORE
    GALLERIES