અમદાવાદ: ભારત સહિત સમગ્ર વિશ્વમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આવતીકાલે ગુજરાતમાં ધૂળેટીની પણ શાનદાર ઉજવણી થશે. ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદની મુલાકાતે છે. ટીમ ઈન્ડિયા પણ હોળીની ઉજવણીથી દૂર કેવી રીતેરહેવાની હતી? અમદાવાદ ટેસ્ટની તૈયારીમાં વ્યસ્ત ભારતીય ક્રિકેટ ટીમે પણ જોશ સાથે હોળી રમી છે. હવે તેની તસવીરો પણ સામે આવી રહી છે. જુઓ કેટલાક ફોટોઝ. (BCCI)
આખી ટીમ સાવ અલગ જ લાગી રહી છે અને એમાં પણ સૂર્યકુમાર યાદવ તો અલગ જ લાગી રહ્યો છે.કેપ્ટન રોહિત શર્મા તો હોળીના રંગમાં રંગાયા પછી ઓળખવો મુશ્કેલ છે. સૂર્યકુમાર યાદવ પણ ગુલાલ અને રંગોમાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. કુલદીપ યાદવ, અક્ષર પટેલ, ઈશાન કિશન અને મોહમ્મદ સિરાજ પણ હોળીના રંગોમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે. (BCCI)
ઘણી રીતે મહત્વની હોવાથી ભારત માટે આ મેચ કરો યા મરો જેવી બની ગઈ છે. જો રોહિત શર્માની ટીમ ઈન્ડિયા આ મેચ હારી જાય તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાની તેમની યોજના પર પાણી ફરી શકે છે. અને જો ભારત આ મેચ હારી જાય તો દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાના પ્રદર્શનના આધારે આગળનો રસ્તો નક્કી થશે. (PTI)
ભારત માટે સૌથી મોટી ચિંતા બેટ્સમેનોનું ફોર્મ છે. વિરાટ કોહલી ઈન્દોરમાં અને બીજી ટેસ્ટ મેચોમાં પણ એકંદરે ફ્લોપ રહ્યો હતો. શ્રેયસ અય્યરના બેટમાંથી પણ રન નીકળ્યા ન હતા. દિલ્હી અને નાગપુર ટેસ્ટનો હીરો રવીન્દ્ર જાડેજા પણ બેટ અને બોલથી વધુ અસર છોડી શક્યો ન હતો. આ જ કારણ છે કે ઓસ્ટ્રેલિયન ટીમ ઈન્દોરમાં જીતી ગઈ હતી. (BCCI)