ન્યૂઝ18 ગુજરાતી: 'ભારતમાં રહીને બીજા દેશોના ક્રિકેટરને પ્રેમ કરનારા લોકોને દેશનિકાલ આપી દેવો જોઈએ' તેવા કેપ્ટન વિરાટ કોહલીના વિવાદાસ્પદ નિવેદને સોશ્યિલ મીડિયા ઉપર થોડા સમય પહેલા ભારે વિવાદ જગાવ્યો હતો. વિરાટનું આ નિવેદન એટલા માટે અચંબો પમાડે છે કારણ વિરાટ ખુદ વિદેશી ખેલાડી જ નહિ, લગભગ તમામ વિદેશી વસ્તુઓને પસંદ કરે છે. એટલે સુધી કે વિરાટના માથાં થી પગ સુધીની તમામ ચીજવસ્તુઓ વિદેશી છે ! (પત્નીને બાદ કરી દઈએ !!!)
વિરાટના આ વિદેશી ચીજવસ્તુઓના શોખને જોઈને પેલું ગીત યાદ આવી ગયું : 'દુબઇ કા ચશ્મા, ચીન કી ચડ્ડી ઔર ઈરાની ચાય, અસ્લમ ભાઈ...અહીં આપણે વિરાટભાઈ એવું મૂકી શકીયે!' વિરાટ ફૂટબોલ અને ટેનિસને રમત તરીકે પસંદ કરે છે, આ બંને રમતોમાં તેના ફેવરિટ ખેલાડી ક્રિસ્ટિયાના રોનાલ્ડો અને નેવાક જોકોવિચ છે. વિરાટને મોંઘી ગાડીઓનો શોખ છે. તેની પાસે બધી વિદેશી કંપનીની ગાડીઓ છે : ઓડી R8, A8, Q7 વગેરે, વગેરે