વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ભારતીય પસંદગી ટીમે ફાસ્ટ બોલર નવદીપ સૈનીની ટીમ ઇન્ડિયામાં પસંદગી કરી છે. નવદીપની વન ડે અને ટી 20 માટે પસંદગી કરવામાં આવી છે. નવદીપ સૈની આઇપીએલમાં રોયલ ચેલેન્ઝર્સ બેંગલુરુ માટે રમે છે, તે દિલ્હી રણજીનો પણ હિસ્સો છે. નવદીપ સૈની ફાસ્ટ બોલિંગ માટે જાણીતો છે, પરંતુ તેના જીવનમાં એવી ઘણી વાતો છે જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.