બીસીસીઆઈએ આપ્યું આ નિવેદન : બીસીસીઆઈના એક સિનિયર અધિકારીએ નામ ખાનગી રાખવાની શરતે પીટીઆઈને જણાવ્યું કે, બોલ વાગતાં ચક્કર આવવાથી નિયમ પ્રભાવી થયા બાદ બીસીસીઆઈએ કેપ્ટન અને કોચિંગ સ્ટાફને તેના વિશે જાણકારી આપી. અમે તેમને ગરદનની સુરક્ષા કરનારી હેલ્મેટ વિશે જણાવ્યું. શિખર ધવન સહિત કેટલાક ખેલાડી તેનો ઉપયોગ કરે છે પરંતુ અમે તેમને ફરજ ન પાડી શકીએ.
ઈજા થઈ તો સબ્સટીટ્યૂટ ખેલાડી ઉતરશે મેદાનમાં : ગરદનની સુરક્ષાવાળી હેલ્મેટ પહેરવી ભલે ફરજિયાત ન થઈ હોય પરંતુ આઈસીસી ક્રિકેટ સમિતિએ તેની પર વિસ્તારપૂર્વક ચર્ચા કરી અને બોલ વાગતાં ચક્કર આવવાની સ્થિતિમાં સબ્સટીટ્યૂટ ખેલાડીની વ્યવસ્થા કરી જે બેટિંગ અને બોલિંગ કરી શકે છે. ઓસ્ટ્રેલિયાએ બીજી એશિઝ ટેસ્ટમાં તેનો ઉપયોગ કર્યો અને સ્મિથના સ્થાને માર્નસ લાબુશેન સબ્સટીટ્યૂટ ખેલાડીના રૂપમાં ઉતર્યો.