વેસ્ટ ઇન્ડીઝને ટી-20 શ્રેણીમાં 3-0થી હરાવ્યા પછી હવે ટીમ ઇન્ડિયાનો આગામી લક્ષ્યાંક વન-ડે શ્રેણી જીતવાનો છે. જેનો પ્રારંભ 8 ઓગસ્ટથી થઈ રહ્યો છે. પ્રથમ વન-ડે મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 7 કલાકે ગયાનામાં રમાશે. એ વાત બધા જાણે છે કે ટીમ ઇન્ડિયા વન-ડેમાં વેસ્ટ ઇન્ડીઝ પર ભારે છે પણ ખાસ વાત એ છે કે કોહલી વન-ડેમાં કોને-કોને તક આપશે.
ત્રીજા નંબરે વિરાટ કોહલી રમશે. જોકે સવાલ ચોથા નંબરને લઈને છે. નંબર 4 માટે લોકેશ રાહુલ, મનીષ પાંડે, શ્રેયસ ઐયર અને રિષભ પંત દાવેદાર છે. વર્લ્ડ કપ અને ટી-20 શ્રેણીમાં પંતે ચોથા નંબરે બેટિંગ કરી હતી. તો બની શકે તે વન-ડેમાં પણ ચોથા નંબરે બેટિંગ કરે. નંબર 5 ઉપર મનીષ પાંડેને તક મળી શકે છે. જ્યારે 6 નંબરે કેદાર જાધવ કે શ્રેયસ ઐયરમાંથી કોઇ એક રમશે.