Home » photogallery » રમતો » Virat Kohli Record: સચિન બાદ હવે ધોનીનો વારો! કિંગ કોહલી પાસે હજુ બીજા 4 મોટા રેકોર્ડ તોડવાની તક

Virat Kohli Record: સચિન બાદ હવે ધોનીનો વારો! કિંગ કોહલી પાસે હજુ બીજા 4 મોટા રેકોર્ડ તોડવાની તક

IND VS SL: શ્રીલંકા સામેની પ્રથમ વન-ડે શ્રેણીમાં સચિનનો રેકોર્ડ તોડ્યા બાદ 34 વર્ષીય વિરાટ કોહલી પાસે વધારે એક રેકોર્ડ તોડવાની તક છે. કોહલી પાસે હજુ ધોનીનો રેકોર્ડ તોડવાની તક છે.

विज्ञापन

  • 17

    Virat Kohli Record: સચિન બાદ હવે ધોનીનો વારો! કિંગ કોહલી પાસે હજુ બીજા 4 મોટા રેકોર્ડ તોડવાની તક

    વિરાટ કોહલીને ભારતમાં વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારતા લગભગ 4 વર્ષ થઈ ગયા હતા.  કોહલીએ શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં સદી ફટકારતા સાથે જ ભારતની ધરતી પર સૌથી વધુ સદી ફટકારવાના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી દીધી હતી, સચિને 164 વનડેમાં 20 સદી ફટકારી છે જ્યારે કોહલીએ 101 વનડેમાં 19 વખત 100 કે તેથી વધુ રન બનાવ્યા છે.  (AP)

    MORE
    GALLERIES

  • 27

    Virat Kohli Record: સચિન બાદ હવે ધોનીનો વારો! કિંગ કોહલી પાસે હજુ બીજા 4 મોટા રેકોર્ડ તોડવાની તક

    વિરાટ કોહલીએ છેલ્લી વખત ઓસ્ટ્રેલિયા સામે માર્ચ 2019માં દેશમાં ODI સદી ફટકારી હતી. તેણે ગયા વર્ષના ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પ્રવાસ પર 3 મેચની વનડે શ્રેણીમાં મુલાકાતી ટીમ સામે બીજી ODIમાં 91 બોલમાં 113 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ જ મેચમાં યુવા ઓપનર ઈશાન કિશને વનડેમાં સૌથી ઝડપી બેવડી સદીનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. (AFP)

    MORE
    GALLERIES

  • 37

    Virat Kohli Record: સચિન બાદ હવે ધોનીનો વારો! કિંગ કોહલી પાસે હજુ બીજા 4 મોટા રેકોર્ડ તોડવાની તક

    34 વર્ષીય વિરાટ કોહલી પાસે વધારે એક રેકોર્ડ તોડવાની તક છે. કારણ કે ઘરઆંગણે સૌથી વધુ વનડે સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો. આ અગાઉ કોહલીએ માત્ર 101 મેચમાં 19 સદી ફટકારી હતી પણ આ તેની ઘર આંગણે 20મી સદી છે અને તેણે સચિનની 20 ડોમેસ્ટિક સદીના રેકોર્ડની બરાબરી કરી દીધી છે. (Instagram)

    MORE
    GALLERIES

  • 47

    Virat Kohli Record: સચિન બાદ હવે ધોનીનો વારો! કિંગ કોહલી પાસે હજુ બીજા 4 મોટા રેકોર્ડ તોડવાની તક

    વિરાટ કોહલી શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં 179 રન બનાવ્યા બાદ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ઓલટાઈમ બેટ્સમેનોની યાદીમાં 5માં નંબરે પહોંચી જશે. આ દરમિયાન તે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મહેલા જયવર્દનેને પાછળ છોડી દેશે. કોહલીએ 265 વનડેની 256 ઇનિંગ્સમાં 12471 રન બનાવ્યા છે. જયવર્દનેએ 448 વનડેમાં 12,650 રન બનાવ્યા છે. (Instagram)

    MORE
    GALLERIES

  • 57

    Virat Kohli Record: સચિન બાદ હવે ધોનીનો વારો! કિંગ કોહલી પાસે હજુ બીજા 4 મોટા રેકોર્ડ તોડવાની તક

    વિરાટ કોહલીએ શ્રીલંકા સામે દેશમાં 18 આંતરરાષ્ટ્રીય મેચોમાં 5 સદી ફટકારી હતી વધુ એક સદી ફટકારવામાં સફળ  થતાં જ તેણે સચિન તેંડુલકરના રેકોર્ડને પાછળ છોડી દીધો હતો. સચિન શ્રીલંકા સામે દેશમાં 44 ઇનિંગ્સમાં (ત્રણ ફોર્મેટ સહિત) 5 સદી ફટકારવામાં સફળ રહ્યો છે.(AP)

    MORE
    GALLERIES

  • 67

    Virat Kohli Record: સચિન બાદ હવે ધોનીનો વારો! કિંગ કોહલી પાસે હજુ બીજા 4 મોટા રેકોર્ડ તોડવાની તક

    વિરાટ કોહલી હાલમાં શ્રીલંકા સામે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેનોની યાદીમાં ત્રીજા નંબરે છે. તેણે 47 મેચમાં 2220 રન બનાવ્યા છે. આ સીરીઝમાં 164 રન બનાવતાની સાથે જ તે ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી બીજા નંબર પર પહોંચી જશે. ધોનીએ શ્રીલંકા સામે 67 વનડેમાં 2383 રન બનાવ્યા છે જ્યારે સચિન 84 મેચમાં 3113 રન સાથે ટોચ પર છે. (AP)

    MORE
    GALLERIES

  • 77

    Virat Kohli Record: સચિન બાદ હવે ધોનીનો વારો! કિંગ કોહલી પાસે હજુ બીજા 4 મોટા રેકોર્ડ તોડવાની તક

    વિશ્વભરમાં તેના ચાહકોમાં 'કિંગ કોહલી' તરીકે જાણીતો વિરાટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 33 વખત ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો છે. એક ભારતીય તરીકે, સચિન તેંડુલકર આ અનિચ્છનીય યાદીમાં ટોચ પર છે. સચિન તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીના 664માં 34 વખત શૂન્યના સ્કોર પર આઉટ થયો હતો. આવી સ્થિતિમાં કોહલી માસ્ટર બ્લાસ્ટરના આ અનિચ્છનીય રેકોર્ડની બરાબરી કરવાનું ટાળવા માંગશે(AP)

    MORE
    GALLERIES