Home » photogallery » રમતો » IND vs SL: એક ગુજરાતી ક્રિકેટરે બીજા ગુજ્જુનો રેકોર્ડ તોડ્યો, ભારત મેચ હાર્યું પણ અક્ષરે કરી બતાવ્યુ કારનામુ

IND vs SL: એક ગુજરાતી ક્રિકેટરે બીજા ગુજ્જુનો રેકોર્ડ તોડ્યો, ભારત મેચ હાર્યું પણ અક્ષરે કરી બતાવ્યુ કારનામુ

IND vs SL: અક્ષર પટેલ અને સૂર્યકુમાર યાદવની શાનદાર ઈનિંગ્સ પણ ટીમ ઈન્ડિયાને બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં જીત અપાવી શકી નથી. પુણેમાં રમાયેલી 3 મેચની શ્રેણીની બીજી T20 મેચમાં ભારત શ્રીલંકા (IND vs SL) દ્વારા 16 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ટીમ ઈન્ડિયા ભલે હારી ગઈ હોય, પરંતુ અક્ષર પટેનને તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે ઘણી પ્રશંસા મળી.

विज्ञापन

  • 17

    IND vs SL: એક ગુજરાતી ક્રિકેટરે બીજા ગુજ્જુનો રેકોર્ડ તોડ્યો, ભારત મેચ હાર્યું પણ અક્ષરે કરી બતાવ્યુ કારનામુ

    પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી T20 ઈન્ટરનેશનલ મેચમાં અક્ષર પટેલે પ્રથમ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 4 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ પછી, તે 7મા નંબર પર ઉતર્યો અને તેણે બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારત મેચ હાર્યું હતું પણ અક્ષરે દિલ જીત્યા હતા. અક્ષરે 31 બોલમાં 65 રનની ઇનિંગ રમી જેમાં 3 ફોર અને 6 સિક્સ સામેલ હતી. આ દરમિયાન તેણે 200થી વધુની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા.(AP)

    MORE
    GALLERIES

  • 27

    IND vs SL: એક ગુજરાતી ક્રિકેટરે બીજા ગુજ્જુનો રેકોર્ડ તોડ્યો, ભારત મેચ હાર્યું પણ અક્ષરે કરી બતાવ્યુ કારનામુ

    ડાબોડી બેટ્સમેન અક્ષર પટેલ સાતમા અથવા નીચલા ક્રમમાં આવતા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અડધી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બની ગયો છે. આ દરમિયાન તેણે રવિન્દ્ર જાડેજાનો રેકોર્ડ તોડ્યો, જેણે વર્ષ 2020માં ઓસ્ટ્રેલિયા સામે 44 રન બનાવ્યા હતા અને સાતમા નંબર પર ઉતર્યા હતા. (AP)

    MORE
    GALLERIES

  • 37

    IND vs SL: એક ગુજરાતી ક્રિકેટરે બીજા ગુજ્જુનો રેકોર્ડ તોડ્યો, ભારત મેચ હાર્યું પણ અક્ષરે કરી બતાવ્યુ કારનામુ

    અક્ષર પટેલે ભારતીય ઇનિંગ્સની 14મી ઓવરમાં વાનિન્દુ હસરંગાની બોલ પર સતત ત્રણ સિક્સર ફટકારી હતી. 'બાપુ'ના નામથી ફેમસ અક્ષરે આ ઓવરના પહેલા 3 બોલમાં સિક્સર ફટકારી હતી. આ ઓલરાઉન્ડરે મુશ્કેલ સમયમાં સૂર્યકુમાર યાદવ સાથે શાનદાર ભાગીદારી કરી હતી. અક્ષર અને સૂર્યાએ સાતમી વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી હતી. સૂર્યાના આઉટ થયા બાદ અક્ષરે શિવમ માવી સાથે મળીને 41 રન જોડ્યા હતા. (AP)

    MORE
    GALLERIES

  • 47

    IND vs SL: એક ગુજરાતી ક્રિકેટરે બીજા ગુજ્જુનો રેકોર્ડ તોડ્યો, ભારત મેચ હાર્યું પણ અક્ષરે કરી બતાવ્યુ કારનામુ

    28 વર્ષીય અક્ષર પટેલે 20 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. અક્ષર T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર પાંચમો બેટ્સમેન બન્યો. આ લિસ્ટમાં અનુભવી ઓલરાઉન્ડર યુવરાજ સિંહનું નામ સૌથી પહેલા આવે છે, જેણે 2007 T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 12 બોલમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી હતી. સૂર્યકુમારે પણ અડધી સદીની ઇનિંગ રમી હતી.(AP)

    MORE
    GALLERIES

  • 57

    IND vs SL: એક ગુજરાતી ક્રિકેટરે બીજા ગુજ્જુનો રેકોર્ડ તોડ્યો, ભારત મેચ હાર્યું પણ અક્ષરે કરી બતાવ્યુ કારનામુ

    ટેસ્ટ ક્રિકેટ રમતી તમામ ટીમોની વાત કરીએ તો T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સાતમા નંબર પર સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ અફઘાનિસ્તાનના મોહમ્મદ નબીના નામે છે, જેણે આયર્લેન્ડ સામે આ નંબર પર 89 રનની ઇનિંગ રમી હતી. આ યાદીમાં બીજા નંબર પર ન્યુઝીલેન્ડનો જેકબ ઓરમ છે જેણે ઓસ્ટ્રેલિયા સામે અણનમ 66 રન બનાવ્યા હતા જ્યારે ઈંગ્લેન્ડના રવિ બોપારા અણનમ 65 રન સાથે ત્રીજા નંબર પર છે. બોપારાએ ઓસ્ટ્રેલિયા સામે આ ઇનિંગ રમી હતી. અક્ષર આ યાદીમાં ચોથા નંબર પર છે.. (AP)

    MORE
    GALLERIES

  • 67

    IND vs SL: એક ગુજરાતી ક્રિકેટરે બીજા ગુજ્જુનો રેકોર્ડ તોડ્યો, ભારત મેચ હાર્યું પણ અક્ષરે કરી બતાવ્યુ કારનામુ

    અક્ષરે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ 50 પ્લસ સ્કોર બનાવનાર અને વિકેટ લેનારા ભારતીયોમાં હાર્દિક પંડ્યાની બરાબરી કરી છે. યુવરાજ સિંહે કોઈપણ એક T20 ઈન્ટરનેશનલ મેચમાં 50 પ્લસ રન અને 3 વખત વિકેટ હાંસલ કરી છે. હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે એકવાર આ કારનામું કર્યું છે.  (AP)

    MORE
    GALLERIES

  • 77

    IND vs SL: એક ગુજરાતી ક્રિકેટરે બીજા ગુજ્જુનો રેકોર્ડ તોડ્યો, ભારત મેચ હાર્યું પણ અક્ષરે કરી બતાવ્યુ કારનામુ

    બીજી T20માં ભારતનો ટોપ ઓર્ડર ફ્લોપ રહ્યો હતો. યુવા ઓપનર ઇશાન કિશન અને શુભમન ગીલની જોડી સસ્તામાં પેવેલિયન પરત ફરી હતી, જ્યારે નવોદિત રાહુલ ત્રિપાઠીએ આવતાની સાથે જ ચોગ્ગા સાથે ખાતું ખોલાવ્યું હતું, પરંતુ તે પણ તેની ઇનિંગ્સને વધુ આગળ લઈ શક્યો ન હતો. કેપ્ટન હાર્દિક પંડ્યા પણ નિષ્ફળ રહ્યો હતો. આખરે ભારતનો પરાજય થયો હતો. (AP)

    MORE
    GALLERIES