

વેલિંગટનઃ ભારતીય ફાસ્ટ બોલર (Indian fast bowler) ઇશાંત શર્માએ (Ishant Sharma) વેલિંગટન ટેસ્ટના ત્રીજા દિવસે પોતાની પાંચ વિકેટ મેળવીને ન્યૂઝીલેન્ડની (New Zealand)ટીમને 348 રન ઉપર સમેટી લીધી હતી. ઇશાંતે મેચ દરમિયાન બીજા ટોમ બ્લન્ડેલ (Tom Blundell), ટોમ લાથમ (Tom Latham) અને રોસ ટેલર (Ross Taylor)ની વિકેટ લીધી હતી. અહીં રવિવારે તેમણે રોસ ટેલર અને ટિમ સાઉદી (Tim Southee)ની વિકેટલીધીને 11મી વાર ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ મેળવી હતી.


ઈશાંતને કરી ઝહીર ખાનની બરાબરી:- ટેસ્ટ ક્રિકેટમાં 11મી વાર પાંચ વિકેટ લઈને ઈશાંત શર્માએ પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાનની બરાબરી કરી છે. તેઓ ફાસ્ટો બોલર તરીકે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે પાંચ વિકેટ લેવાના મામલે બીજા નંબર ઉપર પહોંચ્યા છે. જ્યારે ઝહીર ખાનને (Zaheer Khan)આ મુકામ 92માં ટેસ્ટમાં હાંસલ કર્યું હતું. જ્યારે ઇશાંતે 97માં ટેસ્ટમાં મેળવ્યું હતું.


આ લિસ્ટમાં નંબર વન સ્થાન ઉપર ભારતને વર્લ્ડ કપ જીતાવનાર કેપ્ટન કપિલ દેવ (Kapil Dev) છે. જેમણે પોતાના કરિયરમાં23 વખત પાંચ વિકેટ મેળવી છે. ઇશાંત શર્મા, ભાગવત ચંદ્રશેખર અને ઝહીર ખાન પાછળ પાડતા વિદેશણાં સૌથી વધારે પાંચ વિકેટ મેળનાર ત્રીજા બોલર બન્યા છે. ઇશાંતે 11માંથી 9 વખત વિદેશોમાં પાંચ વિકેટ લીધી છે. જ્યારે ભાગવત અને ઝહીર ખાને 8 - 8 વખત વિકેટ લીધી છે. અહીં પણ નંબર 1 ઉપર કપિલ દેવ જ છે. જેમણે 12 વખત વિકેટો લીધી છે.


બે દિવસથી ઉંઘ્યો નથી ઇશાંત શર્મા:- ત્રણ સપ્તાહ પહેલા ઇશાંત રણજી ટ્રોફી મેચમાં ઘાયલ થયો હતો. જોકે, તેમણે એનસીએમાં ફિટનેસ સાબિત કરી અને ન્યૂઝીલેન્ડ પહોંચ્યો હતો. 24 કલાકના સફર કરીને અહીં પહેલા ટેસ્ટના ઠીક 72 કલાક પહેલા પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે, તેઓ બોલિંગથી ખુશ નથી. આમ છતાં તેઓ ભારત સફળ બોલર રહ્યા.