

નવી દિલ્હી : ભારતના ડાબોડી સ્પિનર અક્ષર પટેલે (Axar Patel)એ જ્યારથી ટેસ્ટ ક્રિકેટ રમવાની શરૂઆત કરી ત્યારથી તેઓ છવાયેલા છે. પહેલી ટેસ્ટમેચથી જ પોતાનો જલવો બતાવનાર અક્ષરે પોતાના કરિયરની બીજી ટેસ્ટ સમાપ્ત થતા સુધીમાં ઇગ્લેન્ડ સામેની મેચમાં (IND VS ENG) દુનિયાના શ્રેષ્ઠ સ્પિનરોને મળે તેવી સિદ્ધી હાસલ કરી લીધી છે. એટલું જ નહીં પરંતુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi stadium) અમદાવાદમાં આ સિદ્ધી મેળવી અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે.


અક્ષર પટેલે અમદાવાદમાં રમાયેલી ડેનાઇટ પિંક બૉલ ટેસ્ટમાં બંને ઇનિંગમાં કુલ 11 વિકેટ મેળવી હતી. આ કારનામો કરનારા તે પ્રથમ બૉલર છે. અક્ષર પટેલે પ્રથમ ઇનિંગમાં 38 રન આપી અને 6 વિકેટ મેળવી હતી જ્યારે બીજી ઇનિંગમાં 32 રન આપી અને 5 વિકેટ મેળવી હતી. (તસવીર AFP)


અક્ષર પટેલે ઇંગ્લેન્ડ સામેની બંને મેચમાં પાંચ વિકેટ મેળવનારા ત્રીજા બૉલર બની ગયા છે. તેના પહેલાં લક્ષ્મણ શિવારામાકૃષ્ણન અને રવિચંદ્ર અશ્વિને પણ આ કારનામો કરેલો છે. પ્રથમ ઇનિંગમાં


અક્ષર પટેલ બીજા એવા ભારતીય બૉલર છે જેણે પોતાના કરિયરની બંને ટેસ્ટમાં 3 વાર પાંચ વિકેટ મેળવવાનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. અગાઉ આ કારનામો નરેન્દ્ર હિરવાની પણ કરી ચુક્યા છે.