1/ 4


નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ અંતિમ પડાવ પર છે. ટીમ 15 જાન્યુઆરીથી બ્રિસબેનમાં ચોથી અને અંતિમ ટેસ્ટ રમવા માટે ઉતરશે. જોકે ટીમ ઇન્ડિયા હાલ ખેલાડીઓની ઇજાથી ઝઝુમી રહી છે. એક પછી એક ભારતીય ખેલાડીઓ ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે. (ફોટો ક્રેડિટ - વીરેન્દ્ર સેહવાગ ઇંસ્ટાગ્રામ)
2/ 4


ઇજાગ્રસ્તોની યાદી લાંબી થઈ રહી છે. અત્યાર સુધી 9 ખેલાડી ઇજાગ્રસ્ત થયા છે. જેમાં મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, રવીન્દ્ર જાડેજા, હનુમા વિહારી, કેએલ રાહુલ અને જસપ્રીત બુમરાહ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. (ફોટો ક્રેડિટ - બીસીસીઆઇ/એપી)
3/ 4


આર.અશ્વિન, મયંક અગ્રવાલ, ઋષભ પંત પણ ઇજાનો સામનો કરી રહ્યા છે. ટીમની આવી હાલત જોઈને પૂર્વ ભારતીય દિગ્ગજ વીરેન્દ્ર સેહવાગે કટાક્ષ કર્યો છે.(ફોટો ક્રેડિટ -એપી)