

નવી દિલ્હી : ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia)વચ્ચે ગુરુવારે 7 જાન્યુઆરીથી સિડનીમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. આ પછી શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ 15 જાન્યુઆરીથી બ્રિસબેનમાં રમાશે. બ્રિસબેનમાં ચોથી ટેસ્ટના આયોજન પર ચર્ચા થઈ રહી છે. આ પહેલા એવા રિપોર્ટ હતા કે ક્વૉરન્ટાઇન નિયમોના કારણે ટીમ ઇન્ડિયા બ્રિસબેનમાં ચોથી ટેસ્ટ રમવા માંગતી નથી. જે પછી એક નવી ચર્ચા ઉભી થઈ છે. હવે ખબર છે કે બ્રિસબેન ટેસ્ટ ક્વૉરન્ટાઇન પર બીસીસીઆઈ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને એક અલ્ટીમેટમ આપવાની તૈયારી કરી રહ્યું છે. (તસવીર -BCCI)


ટીમ ઇન્ડિયા આ પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા રવાના થયા પહેલા દુબઈમાં 14 દિવસ અને ઓસ્ટ્રેલિયા પહોંચ્યા પછી 14 દિવસ ક્વૉરન્ટાઇન રહી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટીમ ઇન્ડિયા પ્રવાસ સમાપ્ત થતા પહેલા વધુ એક વખત ક્વૉરન્ટાઇનમાં રહેવા માંગતી નથી. આ કારણે બીસીસીઆઈએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને બ્રિસબેનમાં ભારતીય ટીમ માટે આઈસોલેશનમાં નહીં રહે તે સુનિશ્ચિત કરવા કે પછી ત્રીજી ટેસ્ટ પછી શ્રેણી ખતમ કરવા માટે કહ્યું છે. (તસવીર -BCCI)


ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બીસીસીઆઈને આશ્વાસન આપ્યું છે કે ઓસ્ટ્રેલિયા આવ્યા પછી ખેલાડીઓને કોઈ પ્રકારના બે સપ્તાહના આઇસોલેશનથી પસાર થવું પડશે નહીં. બીજી તરફ બ્રિસબેનમાં સ્થાનીય અધિકારી ક્વૉરન્ટાઇનનો નિયમ લાગુ કરી રહ્યા છે. જેને બીસીસીઆઈએ સ્વીકાર કર્યો નથી. (તસવીર -BCCI)