1/ 5


નવી દિલ્હી : વિરાટ કોહલીની આગેવાનીમાં ત્રણ વન-ડે, ત્રણ ટી-20 અને ચાર ટેસ્ટ મેચની શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ટીમ ઇન્ડિયા જૂના રંગમાં જોવા મળશે. 27 નવેમ્બરે વન-ડે શ્રેણી સાથે ભારત પોતાના પ્રવાસની શરૂઆત કરશે. આ પહેલા ટીમ ઇન્ડિયાને નવી કિટ મળી ગઈ છે. ઓપનર બેટ્સમેન શિખર ધવને રેટ્રો જર્સીની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી છે.
2/ 5


આ જર્સીનો રંગ નેવી બ્લૂ છે. ભારતીય ક્રિકેટ ટીમ 80ના દાયકામાં આ પ્રકારની જર્સી પહેરીને મેદાનમાં ઉતરતી હતી. 1992ના વર્લ્ડ કપમાં પણ ટીમ આ પ્રકારની જર્સીમાં જોવા મળી હતી.
3/ 5


ટીમ ઇન્ડિયાની આ રેટ્રો જર્સી 80ના દાયકાની જર્સી જેવી જ છે. ધવને તસવીર શેર કરતા લખ્યું કે નવી જર્સી, નવો ઉત્સાહ, અમે છીએ તૈયાર.
4/ 5


હાલમાં જ ટીમ ઇન્ડિયાને નવી કિટ સ્પોન્સર MPL મળી છે. જેનો લોગો પણ જર્સી પર છે. આ પહેલા નાઇકી કિટ સ્પોન્સર હતી.