

નવી દિલ્હી : મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે (Sachin Tendulkar)ભારતીય બોલરોને ઓસ્ટ્રેલિયાના સ્ટિવ સ્મિથને (Steve Smith)આઉટ કરવાની ટિપ્સ આપી છે. સચિનને કહ્યું હતું કે ગૈર પારંપરિક ટેકનિકના કારણે ભારતીય બોલરોએ તેને થોડી બહાર બોલિંગ કરવી પડશે. સચિને ભારતીય બોલરોને સલાહ આપી છે કે ઓસ્ટ્રેલિયા સામે આગામી શ્રેણી દરમિયાન સ્મિથને પાંચમાં સ્ટમ્પ લાઇન પર બોલિંગ કરે.


સચિને પીટીઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સ્મિથની ટેકનિક ગૈર પારંપરિક છે. સામાન્યત ટેસ્ટ મેચોમાં આપણે બોલરોને ઓફ સ્ટંમ્પ કે ચોથા સ્ટંમ્પની લાઇનની આસપાસ બોલિંગ કરવા માટે કહીએ છીએ પણ સ્મિથ મૂવ કરે છે જેથી બોલની લાઇન ચારથી પાંચ ઇંચ અને આગળ હોવી જોઈએ.


સચિને કહ્યું કે સ્ટિવના બેટની કિનારી લાગે એટલા માટે ચોથા અને પાંચમાં સ્ટંમ્પ વચ્ચેની લાઇન પર બોલિંગ કરવાનો લક્ષ્ય બનવો જોઈએ. આ બીજુ નહીં પણ લાઇનમાં માનસિક રૂપથી ફેરફાર કરવાનો છે. સચિને કહ્યું કે મેં વાંચ્યું છે કે સ્મિથે કહ્યું છે કે તે શોર્ટ પિચ બોલિંગ માટે તૈયાર છે. સંભવત તે આશા કરી રહ્યો છે કે બોલર શરૂઆતથી જ તેની સામે આક્રમક વલણ અપનાવશે. જોકે મને લાગે છે કે ઓફ સ્ટંમ્પની બહાર તરફ તેની પરીક્ષા લેવી જોઈએ. તેને બેકફૂટ પર રાખો અને શરૂઆતમાં ભૂલ કરાવો


જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા અને ઉમેશ યાદવની હાજરીમાં ભારતની બોલિંગ આક્રમણ પ્રભાવી છે. જોકે સચિન ઇચ્છે છે કે ટીમ મેનેજમેન્ટ એક રક્ષાત્મક બોલિંગની ઓળખ કરે. સચિને કહ્યું કે આપણી પાસે ભારતના સર્વકાલિન સર્વશ્રેષ્ઠ અને સંતુલિત બોલિંગ આક્રમણમાંથી એક છે. ટેસ્ટ મેચ જીતવા માટે 20 વિકેટ લેવી પડે છે. આક્રમક બોલર સાથે આપણે એવા બોલરની પણ ઓળખ કરવી પડશે જે પ્રતિકુળ પિચ પર એક છેડેથી રન ના બનવા દે. સતત મેઇડન ઓવર ફેંકે અને દબાણ બનાવે.