

નવી દિલ્હી : ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ (Virat Kohli) આઈપીએલની (IPL-2020)શરૂઆત પહેલા પોતાના પ્રશંસકો સાથે ખુશખબરી શેક કરી હતી કે તે જાન્યુઆરી-2021માં પિતા બનવાનો છે. આ કારણે તે આઈપીએલ રમવા યૂએઈ પહોંચ્યો તો ચાર્ટડ પ્લેનમાં તેની સાથે પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) પણ પહોંચી હતી. અનુષ્કા અહીંથી કોહલી સાથે ઓસ્ટ્રેલિયા પણ જઈ શકે છે. કોહલી ઓસ્ટ્રેલિયામાં અનુષ્કા સાથે સમય પસાર કરી શકે તે માટે બીસીસીઆઈ ખાસ તૈયારીમાં છે.


ભારતીય ટીમના ખેલાડીઓ યૂએઈમાં આઈપીએલ પછી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે રવાના થશે. ઓસ્ટ્રેલિયામાં ટીમ ચાર ટેસ્ટ, ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચ રમશે. કેટલાક રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈ (BCCI)એ પ્રયત્નમાં છે કે નવા વર્ષની પ્રથમ ટેસ્ટ 7 જાન્યુઆરી પહેલા શરૂ ના થાય. ચોથી ટેસ્ટ બ્રિસબેનમાં રમાવાની છે. આ ટેસ્ટને થોડી લેટ કરાશે જેથી કોહલીને સમય મળે અને તે મેચનો ભાગ બની શકે. આ પ્રવાસનો કાર્યક્રમ હજુ જાહેર કરવામાં આવ્યો નથી.


વિરાટ કોહલીએ કહ્યું હતું કે તેના બેબીનો જન્મ જાન્યુઆરીમાં થશે. રિપોર્ટ પ્રમાણે અનુષ્કા શર્મા અને કોહલીના બેબીનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થશે, કારણ કે જાન્યુઆરીમાં કોહલી અને અનુષ્કા ત્યાં જ હશે. ઠીક એવી રીતે જેમ ગત વર્લ્ડ કપ દરમિયાન ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નર અને કેંડિસની ત્રીજી પુત્રીનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો હતો.