બ્રિસબેન : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબામાં રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચની બીજી ઇનિંગ્સમાં શુભમન ગિલે 91 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. પોતાની આ ઇનિંગ્સ સાથે જ ગિલે પૂર્વ ભારતીય ઓપનર સુનીલ ગાવસ્કરનો 50 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. શુભમન ટેસ્ટ મેચની ચોથી ઇનિંગ્સમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય ઓપનર બની ગયો છે. (PIC: AP)