મેલબોર્ન ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય બેટ્સમેનોએ પોતાની ધાક બતાવી હતી. ભારતે પ્રથમ દિવસના અંતે 2 વિકેટ ગુમાવી 215 રન બનાવી લીધા છે. ભારતની શાનદાર શરુઆત પાછળ સૌથી મોટો રોલ ઓપનર મયંક અગ્રવાલે ભજવ્યો હતો. તેણે પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં 76 રન બનાવ્યા હતા. આજે બધા મયંક અગ્રવાલની પ્રશંસા કરી રહ્યા છે પણ તમે જાણો છો આ બેટ્સમેને ભારતની ટેસ્ટ કેપ પહેરવા માટે કેટલી મહેનત કરી છે? આજે અમે તેની મહેનત વિષે જણાવી રહ્યા છીએ.
મયંક અગ્રવાલની બેટિંગ પ્રેક્ટિસ ઘણી સખત હતી. તમને જાણીને વિશ્વાસ નહીં થાય કે મયંક રોજ 1000 બોલ રમતો હતો. મયંકે પોતે વિઝડનને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. મયંક અગ્રવાલે ખુલાસો કર્યો હતો કે મારા બેટિંગ કોચ આર એક્સ મુરલીધરે મારા ઉપર સખત મહેનત કરી છે. હું રોજ 700થી 1000 બોલ રમતો હતો. તેને બોલ ફૂટબોલ જેવો દેખાતો હતો.