Home » photogallery » રમતો » આ છે ભારતને એશિયા કપ જીતાડનાર હીરો, માતા બસ કંડક્ટર તરીકે કરે છે નોકરી

આ છે ભારતને એશિયા કપ જીતાડનાર હીરો, માતા બસ કંડક્ટર તરીકે કરે છે નોકરી

અંડર-19 : બાંગ્લાદેશને હરાવી ભારત સાતમી વખત એશિયા કપમાં ચેમ્પિયન

  • 15

    આ છે ભારતને એશિયા કપ જીતાડનાર હીરો, માતા બસ કંડક્ટર તરીકે કરે છે નોકરી

    બૉલરોના શાનદાર પ્રદર્શનની ભારતની અંડર-19 ટીમે (Indian Under 19 Team) બાંગ્લાદેશને (Bangladesh)5 રને હરાવી સાતમી વખત અંડર-19 એશિયા કપ (Under 19 Asia Cup) જીતી લીધો છે. ભારતની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 32.4 ઓવરમાં 106 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 33 ઓવરમાં 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતની જીતનો હીરો સ્પિનર અથર્વ અંકોલેકર (Atharva Ankolekar) રહ્યો હતો. તેણે 28 રનમાં 5 વિકેટ ઝડપી હતી.

    MORE
    GALLERIES

  • 25

    આ છે ભારતને એશિયા કપ જીતાડનાર હીરો, માતા બસ કંડક્ટર તરીકે કરે છે નોકરી

    શાનદાર પ્રદર્શન બદલ અથર્વને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે આ ટૂર્નામેન્ટની 4 મેચમાં 12 વિકેટ ઝડપી છે. ભારતને ચેમ્પિયન બનાવવામાં તેનો મહત્વનો ફાળો છે. જોકે ઘણા ઓછો લાકોને અથર્વએ અહીં સુધી પહોંચવા ઘણો સંઘર્ષ કર્યો છે. અથર્વની માતા વૈદેહી મુંબઈની બેસ્ટ બસોમાં કંડક્ટર છે. અથર્વના પિતા વિનોદભાઈનું 2010માં નિધન થયું હતું. આ પછી માતાએ તેની સાર સંભાળ રાખી હતી. અથર્વ સ્પિનર છે અને મુંબઈની રિઝવી કોલેજમાં સેકન્ડ યરનો વિદ્યાર્થી છે. જ્યારે તેની ટીમમાં પસંદ થઈ તો તેની માતાને લગભગ 40 હજાર અભિનંદનના મેસેજ આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 35

    આ છે ભારતને એશિયા કપ જીતાડનાર હીરો, માતા બસ કંડક્ટર તરીકે કરે છે નોકરી

    માતાએ છોડી ન હતી આશા - અથર્વની માતાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારા પતિ વિનોદ બેસ્ટમાં કંડક્ટર હતા. પરિવારમાં એકમાત્ર કમાવનાર હતા. તેમના મોતે અમને નિસહાય કરી દીધા હતા. આવા સમયે શરુઆતમાં મેં મિત્રની મદદથી ટ્યૂશન આપવાનું શરુ કર્યું હતું. પછી મને મારા પતિની નોકરી મળી ગઈ હતી.

    MORE
    GALLERIES

  • 45

    આ છે ભારતને એશિયા કપ જીતાડનાર હીરો, માતા બસ કંડક્ટર તરીકે કરે છે નોકરી

    પિતાને મિસ કરે છે અથર્વ - વૈદેહીની ડ્યૂટી મારોલ બસ ડેપો ઉપર છે અને તે બસ નંબર 186 (અગરકર ચોકથી વિહાર લેક) અને 340 (ઘાટકોપર સ્ટેસનથી અગરકર ચોક)માં કાર્યરત છે. અથર્વએ જણાવ્યું હતું કે પોતાના પિતાને ઘણા યાદ કરે છે. જ્યારે હું નાનો હતો ત્યારે તે મારા બિસ્તર પાસે ક્રિકેટનું બેટ રાખી દેતા હતા. જ્યારે હું સારું રમું તો તે મને ક્રિકેટનો ઘણો સમાન ગિફ્ટમાં લાવીને આપતા હતા. તે બધું યાદ આવે છે. હું સખત મહેનત કરીને ટીમ ઇન્ડિયા માટે રમવા માંગું છું.

    MORE
    GALLERIES

  • 55

    આ છે ભારતને એશિયા કપ જીતાડનાર હીરો, માતા બસ કંડક્ટર તરીકે કરે છે નોકરી

    સચિનને કર્યો હતો આઉટ - 9 વર્ષ પહેલા અથર્વએ એક પ્રેક્ટિસ મેચમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને આઉટ કર્યો હતો. આ કારણે તેને ઘણી પ્રશંસા મળી હતી. સચિને તેને ઓટોગ્રાફ વાળા ગ્લવ્ઝ ભેટમાં આપ્યા હતા.

    MORE
    GALLERIES