

આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને રણજી ટ્રોફીમાં કેરલ તરફથી રમતા ફાસ્ટ બોલર સંદીપ વોરિયરે લગ્ન કરી લીધા છે. સંદીર વોરિયરની લગ્નની તસવીર કોલકાતા નાઇટ રાઇડર્સના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવી છે. સંદીપ વોરિયરે આર્થિ કસ્તૂરીરાજ સાથે લગ્ન કર્યા છે. જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.


સંદીપ વોરિયર ઇન્ડિયા-એ ટીમનો સભ્ય છે. તે શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે પણ ગયો હતો. જ્યાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. સંદીપ વોરિયર પોતાની સ્પીડ અને બાઉન્સ માટે ઓળખાય છે. આઈપીએલ-2019માં તેને કોલકાતાએ 3 મેચમાં તક આપી હતી અને તેણે 7.08ની ઇકોનોમીથી 2 વિકેટ ઝડપી હતી.


સંદીપ વોરિયરે રણજી ટ્રોફી 2018-19માં 10 મેચમાં 44 વિકેટ ઝડપી હતી. સાથે વિજય હઝારે ટ્રોફીમાં 6 મેચમાં 12 વિકેટ ઝડપી હતી.


સંદીપે સૈયદ મુશ્તાક ટ્રોફીમાં પણ હેટ્રિક ઝડપી હતી. આ પછી તેને આઈપીએલમાં રમવાની તક આપી હતી. કોલકાતા નાઇટ રાઇડર્સમાં કમલેશ નાગરકોટિ ઇજાગ્રસ્ત થયા પછી સંદીપનો સમાવેશ કરાયો હતો.