IND vs WI T20 Series : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ આગામી ODI અને T20I શ્રેણીમાં ટકરાવાની તૈયારીમાં છે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ (IND vs WI) વચ્ચે ODI અને ત્રણ મેચની T20I સિરીઝ રમાશે. ત્રણ IND vs WI T20I 16, 18 અને 20 ફેબ્રુઆરીએ રમાશે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ એકબીજા સામે 17 T20 મેચ રમ્યા છે. ભારતે 10 મેચ જીતી છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝે 6 મેચ જીતી છે. 1 મેચ કોઈ પરિણામ વિના પુરી થઈ હતી.
વિરાટ કોહલી Virat Kohli આ યાદીમાં વિરાટ કોહલી બીજા સ્થાને છે. રાઇટ હેન્ડેડ બેટ્સમેને વેસ્ટ ઈન્ડિઝ સામે 12 T20I મેચ રમી છે. 11 ઇનિંગ્સમાં તેણે 62.62ની એવરેજથી 501 રન ફટકાર્યા હતા. કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે 5 અડધી સદી કરી છે. તેનો સ્ટ્રાઈક રેટ 154+નો રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે તેની સર્વોચ્ચ ઇનિંગ 94 રનની છે.
<br />કે એલ રાહુલ KL Rahul આ યાદીમાં કેએલ રાહુલ ત્રીજા સ્થાને છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે 9 T20I મેચ રમી છે. 8 ઇનિંગ્સમાં રાહુલે 58.83ની એવરેજથી 353 રન બનાવ્યા છે. 29 વર્ષીય રાહુલે T20I માં IND vs WIની મેચમાં 1 સદી અને 2 અડધી સદી પણ ફટકારી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે તેની સર્વોચ્ચ ઇનિંગ્સ અણનમ 110 રનની રહી છે. કેરેબિયન ટીમ સામે તેણે 159.0નો સ્ટ્રાઈક રેટ ધરાવે છે