ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે (Ind vs wi 3rd T20I LIVE Cricket Score) આજે કોલકત્તાના ઈડન ગાર્ડનમાં અંતિમ ટી-20 મેચ રમાઈ હતી. ભારતે આ ટી-20 મેચ સાથે શ્રેણીને 3-0થી જીતી અને શાનદાર જીત મેળવી છે. આજે ભારત વતી ફાસ્ટ બોલર અવેશ ખાન (Avesh khan)ને ચાન્સ આપવામાં આવ્યો હતો પરંતુ તે ડેબ્યૂમાં પ્રભાવશાળી પ્રદર્શન કરી શક્યો નહોતો. આ ઉપરાંત ઋતુરાજ ગાયકવાડને પણ તક આપવામાં આવી હતી. ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 184 રન બનાવ્યા હતા જેના જવાબમાં વેસ્ટઇન્ડિઝે સંઘર્ષ કર્યો પરંતુ સતત વિકેટ ગુમાવવાના કારણે મેચ સાથે સીરિઝ ગુમાવી હતી. ભારતે વેસ્ટઇન્ડિઝ સામે અંતિમ મેચ 17 રને જીતી હતી. વેસ્ટઇન્ડિઝ 20 ઓવરમાં 167 રન બનાવી શક્યું હતું અને 9 વિકેટો ગુમાવી હતી.
ભારતે પ્રથમ બેટિંગ કરતા સસ્તામાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન રોહિત શર્માએ આજે ચોથા ક્રમે ઉતર્યો હતો. જોકે, કેપ્ટન રોહિત પણ નિષ્ફળ રહ્યો હતો. પ્રથમ બેટિંગ કરવામાં નિષ્ફળતાની સ્થિતિ વચ્ચે સૂર્યકુમાર યાદવ અને વેંકટેશ ઐયરે સ્ફોટક બેટિંગ કરી હતી. સૂર્ય કુમાર યાદવે 31 બોલમાં 65 રન બનાવ્યા હતા. જેમાં 7 છગ્ગા અને એક ચોગ્ગો હતો
ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 184 રન બનાવ્યા હતા જેના જવાબમાં વેસ્ટઇન્ડિઝે શરૂઆતથી જ વિકેટ ગુમાવી હતી. વિકેટકીપર નિકોલસ પૂરણ અને રોવમેન પોવેલ અને રોમારિયો શેફર્ડ જ સારૂ પ્રદર્શન કરી શક્યા હતા. પૂરણે સતત ત્રીજી મેચમાં ફિફ્ટી મારી હતી. પૂરણે 47 બોલમાં 61, પોવેલે 14 બોલમાં 25 અને શેફર્ડે 20 બોલમાં 29 રન કર્યા હબતા.