IND vs WI ODI T20 Series : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વનડે અને ટી-20 સિરીઝમાં એકબીજા સામે ટકરાશે. IND vs WI ODI સીરીઝમાં ત્રણ મેચ જોવા મળશે. 1લી ODI 6 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Cricket Stadium) માં રમાશે. તમામ ODI મેચો એક જ સ્થળે રમાશે. ODI મુકાબલામાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ એકબીજા સામે 133 મેચ રમ્યા છે. ભારતે 64 મેચ જીતી છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝે 63 મેચ જીતી છે. 2 મેચ ટાઈ રહી છે. જ્યારે 4માં કોઈ પરિણામ જોવા મળ્યું ન હતું. અહીં આપણે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ODIમાં ટોચની વિકેટ લેનારા ખેલાડીઓ પર એક નજર કરીએ.

1. કર્ટની વોલ્શ Courtney Walsh
આ યાદીમાં કર્ટની વોલ્શ ટોચનું સ્થાન કબ્જે કરે છે. IND vs WI ODI મુકાબલામાં ભૂતપૂર્વ વેસ્ટ ઈન્ડિઝ પેસર કર્ટનીએ 38 રમતોમાં 44 વિકેટોનો રેકોર્ડ ધરાવે છે. રાઈટ આર્મ ફાસ્ટ બોલર ODIમાં ભારત સામે 24.15ની એવરેજ અને 3.24ની બોલિંગ ઈકોનોમી ધરાવે છે. તેમણે ભારત સામે 2 વખત ચાર વિકેટ પણ ઝડપી હતી. તેમનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 4/16નું છે.

2. કપિલ દેવ Kpil dev
આ યાદીમાં કપિલ દેવ (Kapil Dev) બીજા સ્થાને છે. ODIમાં IND vs WI મુકાબલામાં, કપિલે 42 મેચમાં 43 વિકેટ લીધી છે. તેમની એવરેજ 28.88 અને ઈકોનોમી 3.62 છે. વેસ્ટ ઈન્ડિઝ સામે કપિલ દેવનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 4/54નું રહ્યું છે. તેમણે IND vs WI મેચમાં એકવાર 4 વિકેટ ઝડપી હતી.
કપિલ દેવ.
3. અનિલ કુંબલે Anil Kemble
આ યાદીમાં પૂર્વ ભારતીય ક્રિકેટર અનિલ કુંબલે (Anil Kumble) ત્રીજા સ્થાને છે. ભૂતપૂર્વ લેગ સ્પિનરે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડેમાં 41 વિકેટ ઝડપી છે. કુંબલેએ પોતાની કારકિર્દી દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ સામે 26 વનડે રમી હતી. તેમની પાસે 23.73ની એવરેજ અને 4.36ની ઈકોનોમી છે. કુંબલેએ કેરેબિયન ટીમ સામે 5 વિકેટ પણ ઝડપી હતી. તેનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 6/12નું હતું.