Home » photogallery » રમતો » IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે ODIમાં શ્રેષ્ઠ બેટિંગ પ્રદર્શન કરનાર ટોપ 3 ભારતીય બેટ્સમેન, આ ખેલાડી છે ટોપ પર

IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે ODIમાં શ્રેષ્ઠ બેટિંગ પ્રદર્શન કરનાર ટોપ 3 ભારતીય બેટ્સમેન, આ ખેલાડી છે ટોપ પર

IND vs WI ODI Series:  વેસ્ટ ઈન્ડિઝ (West Indies) આવતા મહિને ODI અને T20I સીરીઝ માટે ભારતના પ્રવાસે આવવાની છે. IND vs WI ODI સીરીઝ 6 ફેબ્રુઆરીથી શરૂ થશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ODIમાં ટોચના 3 રન બનાવનારા ખેલાડીઓ પર એક નજર નાખીએ.

विज्ञापन

  • 15

    IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે ODIમાં શ્રેષ્ઠ બેટિંગ પ્રદર્શન કરનાર ટોપ 3 ભારતીય બેટ્સમેન, આ ખેલાડી છે ટોપ પર

    IND vs WI ODI Series:  વેસ્ટ ઈન્ડિઝ (West Indies) આવતા મહિને ODI અને T20I સીરીઝ માટે ભારતના પ્રવાસે આવવાની છે. IND vs WI ODI સીરીઝ 6 ફેબ્રુઆરીથી શરૂ થશે. T20I સીરીઝ ODI સીરીઝ બાદ થશે. વનડે સીરીઝમાં ભારતનું નેતૃત્વ રોહિત શર્મા (Rohit Sharma) કરશે જ્યારે વેસ્ટ ઈન્ડિઝનું નેતૃત્વ કિરોન પોલાર્ડ (Kieron Pollard) કરશે

    MORE
    GALLERIES

  • 25

    IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે ODIમાં શ્રેષ્ઠ બેટિંગ પ્રદર્શન કરનાર ટોપ 3 ભારતીય બેટ્સમેન, આ ખેલાડી છે ટોપ પર

    ત્રણ વનડે મેચ 6, 9 અને 11 ફેબ્રુઆરીના રોજ યોજાશે. તમામ મુકાબલાઓ અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે. ત્યારે આપણે વનડેમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેના સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓ પર એક નજર કરીએ તો ટોચના ત્રણ સ્થાનો ભારતીય બેટ્સમેનોએ કબ્જે કર્યા છે. તો ચાલો ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ODIમાં ટોચના 3 રન બનાવનારા ખેલાડીઓ પર એક નજર નાખીએ.

    MORE
    GALLERIES

  • 35

    IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે ODIમાં શ્રેષ્ઠ બેટિંગ પ્રદર્શન કરનાર ટોપ 3 ભારતીય બેટ્સમેન, આ ખેલાડી છે ટોપ પર

     વિરાટ કોહલી Virat Kohli : વિરાટ કોહલી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને વેસ્ટ ઈન્ડિઝ સામે વનડેમાં 2235 રન બનાવ્યા છે. 38 IND vs WI ODI એન્કાઉન્ટરમાં, કોહલી 72.06 ની શાનદાર એવરેજ ધરાવે છે. વિરાટે વેસ્ટ ઈન્ડિઝ સામે વનડેમાં 9 સદી અને 11 અડધી સદી ફટકારી છે અને અત્યાર સુધીમાં 97.34ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે. તેનો ટોપ સ્કોર અણનમ 157 રન છે.

    MORE
    GALLERIES

  • 45

    IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે ODIમાં શ્રેષ્ઠ બેટિંગ પ્રદર્શન કરનાર ટોપ 3 ભારતીય બેટ્સમેન, આ ખેલાડી છે ટોપ પર

    સચિન તેંડુલકરે Sachin Tendulkar : આ યાદીમાં બેટિંગ લેજેન્ડ સચિન તેંડુલકર બીજા સ્થાને છે. ODIમાં IND vs WI મુકાબલામાં, તેંડુલકરે 39 મેચોમાં 1573 રન બનાવ્યા છે. તેની એવરેજ રોહિત શર્મા કરતા ઓછી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે સચિને 52.43ની સરેરાશ ધરાવે છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે 4 સદી અને 11 અર્ધસદી પણ ફટકારી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે સચિનનો સર્વોચ્ચ વનડે સ્કોર અણનમ 141 રન છે. તે કેરેબિયન ટીમ સામે 78.02નો સ્ટ્રાઈક રેટ ધરાવે છે.

    MORE
    GALLERIES

  • 55

    IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે ODIમાં શ્રેષ્ઠ બેટિંગ પ્રદર્શન કરનાર ટોપ 3 ભારતીય બેટ્સમેન, આ ખેલાડી છે ટોપ પર

    રોહિત શર્મા Rohit Sharma  : રોહિત શર્મા આ યાદીમાં ત્રીજા સ્થાને છે. ભારતીય કેપ્ટને અત્યાર સુધીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 33 વનડે રમી છે. 31 ઇનિંગ્સમાં, 34 વર્ષીય ખેલાડીએ 60.92ની શ્રેષ્ઠ સરેરાશથી 1523 રન બનાવ્યા છે. શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામે 3 સદી અને 11 અર્ધસદી પણ ફટકારી છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ સામે તેનો સર્વોચ્ચ સ્કોર 162 રનનો રહ્યો છે. રોહિત શર્માનો 91.58નો સ્ટ્રાઈક રેટ છે. તે આગામી IND vs WI સીરીઝમાં ભારતનું નેતૃત્વ કરશે.

    MORE
    GALLERIES