IND vs WI ODI Series : વેસ્ટ ઈન્ડિઝ ODI અને T20I શ્રેણી માટે આવતા મહિને ભારતના પ્રવાસે આવશે. બંને ટિમ (IND vs WI) વચ્ચે ODI અને T20I શ્રેણીમાં 3-3 મેચ રમાશે. આ પ્રવાસ પહેલા ODI અને ત્યારબાદ T20I શ્રેણી જોવા મળશે. ODIની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) યોજાવાની છે. જ્યારે અન્ય તમામ T20I મેચો કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ( Eden Gardens Stadium) રમવામાં આવશે.
તાજેતરમાં જ સાઉથ આફ્રિકા સામેની છેલ્લી વન ડેમાં જીતની નજીક પહોંચેલા ભારતને છેલ્લી ઓવરમાં માત્ર 4 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી ભારતીય ચાહકોને મોટો આંચકો લાગ્યો છે હવે IND vs SA ODI સીરીઝમાં ખરાબ પ્રદર્શન પછી કેટલાક ભારતીય ખેલાડીઓને IND vs WI ODI શ્રેણીમાં સારું પ્રદર્શન કરવું પડશે, જો આ ખેલાડીઓ સારુ પ્રદર્શન નહીં કરે તો તે ભવિષ્યમાં ODI ટીમમાંથી પોતાનું સ્થાન ગુમાવી શકે છે. ત્યારે IND vs WI ODI શ્રેણી દરમિયાન ODI ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવાની છેલ્લી તક રવિચંદ્રન અશ્વિન, શ્રેયસ અય્યર અને યુઝવેન્દ્ર ચહલ પાસે છે.
<br />રવિચંદ્રન અશ્વિન R Ashwin : રવિચંદ્રન અશ્વિનને IND vs SA ની સીરીઝ માટે ઓલરાઉન્ડર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેણે રમેલી બે મેચોમાં તેણે માત્ર 1 વિકેટ લીધી અને 32 રન બનાવ્યા હતા. સારુ પ્રદર્શન ન કરવાને કારણે તે ફાઈનલ મેચમાંથી પણ બહાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજાની ગેરહાજરીને કારણે અશ્વિન ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો હતો.<br />અશ્વિન 2017 થી ટીમની બહાર હતો. હવે, તેણે સાબિત કરવાની જરૂર છે કે તે લિમિટેડ ઓવર ફોર્મેટમાં પણ તેટલો જ લાયક છે. જો અશ્વિન IND vs WI ODI શ્રેણીમાં પણ નિષ્ફળ જાય છે, તો ભવિષ્યમાં તેને ODI ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે.
શ્રેયસ અય્યરે Shreyas Iyer : ભારતીય ખેલાડી શ્રેયસ અય્યરે (Shreyas Iyer) IND vs SA ODI શ્રેણી દરમિયાન ભારતીય ચાહકોને ખૂબ નિરાશ કર્યા હતા. વનડેમાં સારો અનુભવ હોવા છતાં શ્રેયસ અય્યર ત્રણેય મેચોમાં સારુ પ્રદર્શન કરી શક્યો નહીં. દક્ષિણ આફ્રિકા સામેની ત્રણેય વનડેમાં ભારતને મધ્યમ ક્રમમાં સારા સપોર્ટની જરૂર હતી. શ્રેયસ અય્યરને ટીમ માટે સારા રન બનાવવાની તક મળી હતી. જોકે, તે દરેક મેચમાં મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો હતો. 3 મેચમાં, તેણે 18 ની એવરેજથી 54 રન બનાવ્યા. હવે, તેને IND vs WI ODI શ્રેણીમાં સારું પ્રદર્શન કરવાની જરૂર છે અથવા પસંદગીકારો ભવિષ્યમાં અન્ય મધ્યમ ક્રમના બેટ્સમેનને સારી તક આપી શકે છે
યુઝવેન્દ્ર ચહલ Yuzvendra Chahal : આ યાદીમાં યુઝવેન્દ્ર ચહલ ત્રીજા નંબર પર છે. ચહલ ત્રણેય IND vs SA ODIનો ભાગ હતો. સાઉથ આફ્રિકાના સ્પિનર કેશવ મહારાજ અને તંબ્રેઈઝ શમ્સી ટોચના બેટ્સમેનોને આઉટ કરવામાં સફળ રહ્યા હતા, ભારતીય સ્પિનરોનો દેખાવ સારો રહ્યો નહોતો. યુઝવેન્દ્ર ચહલે 3 મેચમાં 73.50ની એવરેજથી 2 વિકેટ ઝડપી હતી. ઘણા યુવા સ્પિનરો જેવા કે,વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ, રાહુલ ચહલ રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવા માટે સખત મહેનત કરી રહ્યા છે. આથી, જો ચહલ IND vs WI ODI શ્રેણીમાં નિષ્ફળ જાય છે, તો તે ODI ટીમમાં પોતાનું સ્થાન જાળવી શકશે નહીં.<br /><br />