દિપીકા ખુમાણ, અમદાવાદ IND vs WI: અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં (Narendra Modi Cricket Stadium) રવિવારે ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ક્રિકેટ (IND vs WI First ODI) મેચ રમાવવાની છે. અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમમાં જ્યારે મેચ હોય ત્યારે ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળતો હોય છે. પરંતુ આ વખતે મેચના 12 કલાક પહેલા ગ્રાઉન્ડ સુમસાન છે.અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત VS વિંડિઝની રવિવારે પહેલી વનડે મેચ રમાવાની છે.
ઈન્ડિયન ટીમમાં કોરોના વિસ્ફોટ (Corona Cases in Team india) થતા નવા કોમ્બિનેશન બનાવવાનો પડકાર કેપ્ટન રોહિત (Rohit Shram) સામે આવ્યો છે. આ વચ્ચે ભારતીય ટીમ ની એવી તસવીરો સામે આવી છે જેમાં ટીમ નેટ્સમાં શાનદાર પ્રેક્ટિસ કરી રહી છે. ભારતની ટીમ ના પ્રેક્ટિસ સેશનને રોહિત શર્મા લીડ કરે છે ત્યારે આ સેશન દરમિયાન વિરાટની (Virat Kohli) દંબગ સ્ટાઈલમાં એન્ટ્રી આકર્ષણનું કેન્દ્ર બની હતી.
વિરાટના મસ્તી ભર્યા અંદાજને જોતા સ્પષ્ટપણે લાગી રહ્યું હતું કે તે રોહિતની કેપ્ટનશિપ હેઠળ રમવા માટે એકદમ તૈયાર છે જ્યારે રિષભ પંત વિકેટ કિપિંગ પ્રેક્ટિસ દરમિયાન મસ્તીના મૂડમાં જોવા મલ્યો હોય તેવી તસવીર સામે આવી છે આ તરફ રાહુલ દ્રવિડે પણ દરેક ખેલાડીને કેચિંગ પ્રેક્ટિસ પણ કરાવી હતી, એટલું જ નહીં તેમણે બેટિંગ પણ કરી હોવાની તસવીર સામે આવી છે.
<br />BCCIએ સવારે ઈન્ડિયન ટીમની પ્રેક્ટિસ સેશન દરમિયાનની તસવીર શેર કરી હતી, જેમાં રોહિત શર્મા ટીમને લીડ કરતો જોવા મળ્યો હતો અને રાહુલ દ્રવિડે સમગ્ર સેશન દરમિયાન પ્લેયર્સના પ્રદર્શન પર બાજ નજર રાખી હોય તેવી તસવીર જોવા મળી હતો બીજી બાજુ વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજ ટીમ મેમ્બર સાથે પ્રેક્ટિસ સેશન દરમિયાન મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો.
રોહિત શર્મા કોન્સન્ટ્રેશન વધારવા માટે બોલને મિડલ ઓફ ધ બેટથી ટેપ કરતો જોવા મળ્યો હતો.ઈન્ડિયન ટીમના બોલર્સે આ પિચ પર સ્પિન અને બાઉન્સ અંગે વધુ માહિતી મેળવતા નજરે પડ્યા હતા.અમદાવાદમાં પ્રેક્ટિસ સેશન શરૂ થયું ત્યારે સૂર્યકુમાર યાદવ બોલિંગ કરતો જોવા મળ્યો હતો જ્યારે ભારતીય ટીમમાં કોરોના વિસ્ફોટ વચ્ચે ખેલાડીઓએ નેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. આ દરમિયાન સૂર્યકુમાર યાદવ બોલિંગ કરતો નજરે પડ્યો હતો.નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સ્ટેન્ડ્સની ઉપર ગ્રાઉન્ડને વર્તુળાકાર આવરી એવી રીતે લાઈટ્સ લગાડવામાં આવી છે. જેને રિંગ ઓફ ફાયર પણ કહેવાય આ રીંગ ઓફ ફાયર પણ આકર્ષણ નું કેન્દ્ર બની હતી.
<br />વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ રવિવારથી શરૂ થઈ રહેલી પહેલી વનડેમાં જો વિરાટ 6 રન કરી દેશેજ્યારે પૂર્વ ભારતીય કેપ્ટન કોહલી એક ખાસ રેકોર્ડ નોંધાવશે. ઉલ્લેખનીય છે કે 33 વર્ષનો આ શાનદાર બેટર ભારતમાં 5000 રન કરનારો માત્ર બીજો બેટસમેન બની જશે. આ પહેલા માત્ર સચિન તેંડુલકર જ ભારત માટે આ રેકોર્ડ નોંધાવી શક્યો છે. તેંડુલકરે ભારતમાં 164 મેચોની 160 ઇનિંગ્સમાં 6,976 રન કર્યા છે.