ભારતે શ્રીલંકાને બેંગ્લુરૂમાં રમાઈ રહેલી પિંક બૉલ ટેસ્ટમાં (India vs SL Pink Ball Test)માં 2-0થી હરાવી અને વ્હાઇટ વોશ કર્યો છે. શ્રીલંકાની ટીમ ભારતે આપેલા 447 રનનો ટાર્ગેટનો પીછો કરતા ફક્ત 208 રનમાં સંકેલાઈ ગઈ છે. ભારત વતી આ ટેસ્ટ સીરિઝ જીતવામાં પાંચ ખેલાડી મુખ્ય હીરો રહ્યા છે. ભારતને આ સીરિઝ શ્રેયસ ઐયર (Shreyas Iyer) જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)ના કારણે આ ટેસ્ટ જીતવાનો મોકો મળ્યો હતો.
શ્રેયસ ઐયર- (Shreyas Iyer) શ્રેયસ ઐયરે બેંગ્લુરૂ ટેસ્ટમાં ભારતની જીત માટે મોટું યોગદાન આપ્યું હતું. ઐયરે આ પિંક બોલ ટેસ્ટમાં બંને ઈનિંગમાં ફિફ્ટી મારી હતી. પહેલી ઈનિંગમાં સદી માટે આઠ રનથી ચુકી ગયેલા શ્રેયસે બીજી ઈનિંગમાં 67 રન બનાવ્યા હતા. આમ ભારતનો સ્કોર બીજી ઈનિંગમાં 447નો કુલ ટાર્ગેટ પર પહોંચી શક્યો હતો.
જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) જસપ્રીત બુમરાહ બેંગ્લુરૂ ટેસ્ટનો બીજો હીરો છે. બુમરાહે પહેલી ઈનિંગમાં શ્રીલંકાની કમર તોડી નાખી હતી. તેણે 10 ઓવરમાં 24 રન આપી અને 5 વિકેટે લીધી હતી. બુમરાહે પિંક બોલ ટેસ્ટમાં પહેલીવાર પાંચ વિકેટ લીધી હતી. બુમરાહના આ પ્રદર્શનના કારણે લંકા 109માં ઓલઆઉટ થઈ ગયું હતું.