India v Sri Lanka 2nd Test: ભારત અને શ્રીલંકા (ind vs sl) વચ્ચે બેંગ્લુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગઈકાલથી બીજી ટેસ્ટની શરૂઆત થઈ છે. બેંગ્લુરૂમાં રમાઈ રહેલી પિંક બોલ ટેસ્ટમાં (Pink ball test) ભારતની પ્રથમ ઇનિંગ ફ્કત 252 રનમાં સંકેલાઈ ગઈ હતી. શ્રેયસ ઐયરના નિર્ણાયક 92 રનની ઈનિંગના કારણે ભારત સન્માનત જનક સ્થિતિમાં પહોંચી શક્યું હતું. જોકે, ભારતની ધારદાર બોલિંગના કારણે શ્રીલંકાનો (Srilanka) વરઘોડો નીકળ્યો હતો અને શ્રીલંકાની ઈનિંગ ફક્ત 109 રનમાં સંકેલાઈ ગઈ હતી. શ્રીલંકા વતી કોઈ પણ ખેલાડી સારૂ પ્રદર્શન કરી શક્યું નહોતું. ભારતની બીજી ઈનિંગમાં રિષભ પંત (Rishabh Pant) ચમક્યો હતો. પંતે ટી-20 સ્ટાઇલમાં ફિફ્ટી મારી અને કિપલ દેવનો (Kapil dev) રેકોર્ડ તોડી નાખ્યો છે.
<br />ભારત વતી બીજી ઈનિંગમાં રોહત શર્મા અને મયંક અગ્રવાલ મેદાનમાં ઉતર્યા હતા. રોહિત અને મયંકની જોડીએ પહેલી વિકેટની ભાગીદારી માટે 42 રનનો સ્કોર બનાવ્યો હતો. રોહિતનો સાથી મયંક 22 રને સ્પિનિર અમ્બુલડેનિયાનો શિકાર બન્યો હતો. જોકે, ત્યારબાદ રોહિત શર્મા પણ 46 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થતા ભારતે 98 રનમાં બે વિકેટ ગુમાવી હતી.