<br />IND vs SL :ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ શ્રીલંકા (IND vs SL) સામે મોહાલી ટેસ્ટના બીજા દિવસે સદી ફટકારી છે. તેણે 160 બોલમાં 10 ચોગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. વર્ષ 2012માં ભારત માટે પ્રથમ ટેસ્ટ રમી ચુકેલા જાડેજાની આ ફોર્મેટમાં આ બીજી સદી છે. તેણે વર્ષ 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે તેની પ્રથમ સદી ફટકારી હતી. રવિન્દ્ર જાડેજા આ મેચમાં સદી પૂરી કરે તે પહેલા જ સ્પેશિયલ ક્લબમાં સામેલ થઈ ગયો હતપ. નોંધપાત્ર વાત છે કે, આ પહેલા ક્લબમાં માત્ર એક જ ભારતીય ખેલાડી સામેલ હતો.
આ સાથે જ જાડેજાના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 468 વિકેટ પણ છે. અત્યાર સુધીમાં 8 ભારતીય ખેલાડીઓએ 400 કે તેથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી છે. જો કે જાડેજા ભારત તરફથી 5000 રન તેમજ 400 વિકેટ (5000 Run and 400 wicket) લેનારો બીજો ખેલાડી છે. તેના પહેલા ધ ગ્રેટ કપિલ દેવ (Kapil Dev) આ પરાક્રમ કરી ચુક્યા છે. 1994માં ભારત માટે છેલ્લી મેચ રમનાર કપિલ દેવે 687 વિકેટ સાથે 9031 રન બનાવ્યા છે. તેમણે 356 મેચ રમી હતી.