<br />ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની સીરીઝ 2-1થી હારી પછી ટીમો હાલ ત્રણ મેચની ODI સીરીઝમાં સામસામે છે. IND vs ODI સીરીઝની પ્રથમ બે મેચ (જાન્યુઆરી 19, 21) પાર્લમાં રમાઈ જેમાં બંનેમાં ભારતની હાર થઈ, આ સાથે જ ભારતની વનડે સીરિઝમાં હાર થઈ છે. જ્યારે કેપ ટાઉનમાં 23 જાન્યુઆરીએ ત્રીજી ODI નું આયોજન કરશે. 2022ના નવા કેલેન્ડર વર્ષમાં બંને ટીમો માટે આ પ્રથમ ODI સીરીઝ છે. ભારતની ભલે વનડે સીરિઝમાં હાર થઈ પરંતુ આ સીરિઝ શરૂ થઈ તે પહેલાં આ ખેલાડીઆના બેટિંગ રેકોર્ડ હતા ટોપ પર. આજે આપણે ODIમાં દક્ષિણ આફ્રિકા સામે શ્રેષ્ઠ બેટિંગ એવરેજ ધરાવતા પાંચ ભારતીય બેટ્સમેનો વિશે વાત કરીશું.
વિરાટ કોહલી Virat Kohli – 86.88 : ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન દક્ષિણ આફ્રિકા સામે શ્રેષ્ઠ બેટિંગ એવરેજ સાથે યાદીમાં ટોચ પર છે. 2018માં જ્યારે ભારતે છેલ્લે રેઈન બો નેશનનો પ્રવાસ કર્યો, ત્યારે તેણે 558 રન બનાવ્યા હતા. તે આ સીરીઝમાં કેટલાક રેકોર્ડ્સ ધરાવે છે. તે 26 રન બનાવીને પ્રોટીઝ સામે બીજા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ યાદીમાં સચિન તેંડુલકર 2001 રન સાથે સૌથી આગળ છે અને કોહલી 1287 રન ધરાવે છે.
<br />રાહુલ દ્રવિડ – 51.20 Rahul Dravid : ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન 50થી વધુની બેટિંગ એવરેજ સાથે આ લિસ્ટમાં શામેલ છે. તેણે દક્ષિણ આફ્રિકામાં ODIમાં 930 રન બનાવ્યા છે અને તે સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી પછી ત્રીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. દ્રવિડ ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ પણ છે જેમણે ગયા વર્ષે T20 વર્લ્ડ કપ પછી રવિ શાસ્ત્રીના સ્થાને પદ સંભાળ્યું છે.
મોહમ્મદ અઝહરુદ્દીન mohammad azharuddin- 41.72 : અઝહરુદ્દીને દક્ષિણ આફ્રિકા વનડેમાં 12 ઇનિંગ્સમાં 459 રન બનાવ્યા છે. તેણે 41.72 ની એવરેજ જાળવી રાખી છે, જે દક્ષિણ આફ્રિકામાં શ્રેષ્ઠ બેટિંગ એવરેજ સાથે ભારતીય બેટ્સમેનોની આ લિસ્ટમાં ચોથા ક્રમે છે. તેણે 2000માં 99 ટેસ્ટ મેચ અને 334 ODI રમીને લગભગ 16,000 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા હતા.