Home » photogallery » રમતો » IND vs SA: સાઉથ આફ્રિકાની ધરતી પર ટેસ્ટમાં સૌથી વધુ રન કરનારા 5 ભારતીય ખેલાડી, સચિન છે નંબર-1

IND vs SA: સાઉથ આફ્રિકાની ધરતી પર ટેસ્ટમાં સૌથી વધુ રન કરનારા 5 ભારતીય ખેલાડી, સચિન છે નંબર-1

IND vs SA Test Series : સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે 26મી ડિસેમ્બરથી પ્રથમ મેચ રમાવાની છે ત્યારે જાણો કેવો છે ભારતના ખેલાડીએનો રેકોર્ડ, આફ્રિકાની પીચ પર પણ સચિન જ કિંગ

  • 16

    IND vs SA: સાઉથ આફ્રિકાની ધરતી પર ટેસ્ટમાં સૌથી વધુ રન કરનારા 5 ભારતીય ખેલાડી, સચિન છે નંબર-1

    IND vs SA Test Series : ભારત (India) અને દક્ષિણ આફ્રિકા (South Africa) આગામી ટેસ્ટ સીરીઝમાં એકબીજા સામે ટકરાશે. IND vs SA Test Series ટેસ્ટ સીરીઝમાં ત્રણ ગેમ્સનો સમાવેશ થાય છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનના (IND vs Sa Test Series Head to Head Records) સુપરસ્પોર્ટ પાર્કમાં શરૂ થવા જઈ રહી છે. અત્યાર સુધી દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સીરીઝ દરમ્યાન ભારતીય ટીમનો રેકોર્ડ વધુ સારો રહ્યો નથી. દક્ષિણ આફ્રિકામાં તેમના હોમ ટાઉનના મુકાબલા ભારતે કુલ 61 ટેસ્ટ મેચ રમી છે. જેમાં ભારતને 18માં (Indian winning Precentage in South Africa in Test Series)  જીત મળી અને 34માં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે 7 મેચ ડ્રો રહી હતી. જો કે તમામ ભારતીય બેટ્સમેનોનું (Indian Batsman Performance in South Africa Soil)  પ્રદર્શન ખરાબ જ હોય તેવું નથી. IND vs SA ટેસ્ટ મુકાબલામાં કેટલાક ભારતીય બેટ્સમેનોના સારા બેટિંગ રેકોર્ડ પણ છે. દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં IND vs SA ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર 5 ભારતીય બેટ્સમેન પર એક નજર નાંખીએ.

    MORE
    GALLERIES

  • 26

    IND vs SA: સાઉથ આફ્રિકાની ધરતી પર ટેસ્ટમાં સૌથી વધુ રન કરનારા 5 ભારતીય ખેલાડી, સચિન છે નંબર-1

    સૌરવ ગાંગુલી - 506 રન  :  દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી 5મા ક્રમે છે. વર્તમાન BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ દક્ષિણ આફ્રિકામાં IND vs SA ટેસ્ટ મેચમાં કુલ 506 રન બનાવ્યા હતા. લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન ગાંગુલીએ 36.14ની એવરેજ સાથે 16 ઇનિંગ્સમાં 506 રન બનાવ્યા હતા. આ સાથે જ ગાંગુલીએ 4 અર્ધી સદીઓ પણ ફટકારી છે. ગાંગુલીએ સૌથી વધુ 73 રનની ઇનિંગ રમી હતી.

    MORE
    GALLERIES

  • 36

    IND vs SA: સાઉથ આફ્રિકાની ધરતી પર ટેસ્ટમાં સૌથી વધુ રન કરનારા 5 ભારતીય ખેલાડી, સચિન છે નંબર-1

    વિરાટ કોહલી- 558 રન  : આ લિસ્ટમાં ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી ચોથા ક્રમે છે. સાઉથ આફ્રિકા વિરૂદ્ધ હોમ ગ્રાઉન્ડમાં કોહલીએ 55.80ની એવરેજથી 10 ઇનિંગ્સમાં 558 રન બનાવ્યા છે. રાઈટ હેન્ડેડ બેટ્સમેને 2 સદીઓ અને 2 અર્ધી સદીઓ પણ ફટકારી છે. કોહલીએ ઈનિંગ દરમ્યાન સૌથી વધુ 153 રન ફટકાર્યા છે.

    MORE
    GALLERIES

  • 46

    IND vs SA: સાઉથ આફ્રિકાની ધરતી પર ટેસ્ટમાં સૌથી વધુ રન કરનારા 5 ભારતીય ખેલાડી, સચિન છે નંબર-1


    વીવીએસ લક્ષમણ- 566 રન  : લિસ્ટમાં ભૂતપૂર્વ ભારતીય ખેલાડી વીવીએસ લક્ષ્મણ ત્રીજા સ્થાને છે. લોન્ગર ફોર્મેટમાં IND vs SA વચ્ચેના મુકાબલામાં વીવીએસ લક્ષ્મણે 40.42ની એવરેજથી 18 ઈનિંગ્સમાં 566 રન બનાવ્યા છે. લક્ષ્મણે આ મેચોમાં 4 અર્ધી સદી પણ નોંધાવી છે. વીવીએસ લક્ષમણે સૌથી વધુ 96 રન બનાવ્યા છે.

    MORE
    GALLERIES

  • 56

    IND vs SA: સાઉથ આફ્રિકાની ધરતી પર ટેસ્ટમાં સૌથી વધુ રન કરનારા 5 ભારતીય ખેલાડી, સચિન છે નંબર-1

    રાહુલ દ્રવિડ- 624 રન  : રાહુલ દ્રવિડ આ લિસ્ટમાં બીજા ક્રમે છે. પૂર્વ ભારતીય કેપ્ટન દ્રવિડે IND vs SA ટેસ્ટ સીરીઝમાં 22 ઈનિંગ્સમાં 29.71ના એવરેજ સાથે 624 રન ફટકાર્યા છે. હાલના ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પોતાના સમયમાં દક્ષિણ આફ્રિકા સામે 1 સદી અને 2 અર્ધીસદી પણ ફટકારી છે. સાઉથ આફ્રિકા સામે રાહુલનો સૌથી સર્વોચ્ચ સ્કોર 148 રનનો છે.

    MORE
    GALLERIES

  • 66

    IND vs SA: સાઉથ આફ્રિકાની ધરતી પર ટેસ્ટમાં સૌથી વધુ રન કરનારા 5 ભારતીય ખેલાડી, સચિન છે નંબર-1

    સચિન તેંડુલકર- 1161 રન  : આ લિસ્ટમાં સચિન તેંડુલકર ટોચનું પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનરે દક્ષિણ આફ્રિકા વિરુધ્ધ 28 ટેસ્ટ ઇનિંગ્સમાં 46.44ની એવરેજથી 1161 રન બનાવ્યા છે. તેમણે IND vs SA ટેસ્ટમાં 5 સદી અને 3 અર્ધી સદી ફટકારી છે. પ્રોટીઝ સામે તેમનો સર્વોચ્ચ સ્કોર 169 રનનો છે.

    MORE
    GALLERIES