IND vs SA: સોમવારે ભારતીય ટીમ જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં (IND vs SA second Test) ઉતરશે ત્યારે તેનો ઈરાદો ઐતિહાસિક જીતનો હશે. દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીની (IND vs SA Test Series Live Updates) પ્રથમ મેચ જીતીને ટીમ ઈન્ડિયા હાલમાં 1-0થી આગળ છે. જો તે જોહાનિસબર્ગમાં જીતશે તો તે પ્રથમ વખત યજમાન દેશની ધરતી પર શ્રેણી જીતશે. ભારતીય ટીમ 1992 બાદ દક્ષિણ આફ્રિકામાં (IND vs SA Head to Head Record) એકપણ શ્રેણી જીતી શકી નથી. સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચેની બીજી ટેસ્ટની શરૂઆત કરાવવા માટે આ યુવતીની પસંદગી કરવામાં આવી છે. આ યુવતી કાલે બેલ વગાડીને ટેસ્ટ મેચનો પ્રારંભ કરાવશે.
રંગભેદથી પીડાતા સાઉથ આફ્રિકામાં પુરૂષ મહિલા સમાનતાને પ્રોત્સાહન આપવા માટે ક્રિકેટ બોર્ડ દ્વારા પુરુષોની રાષ્ટ્રીય ટીમના મીડિયા મેનેજર સિપોકાઝી સોકાનીલે બીજી ટેસ્ટની (South African Team Media Manager Sokanyile to Ring Bell for Second Test Against India) શરૂઆતનો સંકેત આપવા માટે વોન્ડરર્સ ખાતે બેલ વગાડશે. સાઉથ આફ્રિકાની મીડિયા મેનેજર સિપોકાઝી આ અંગે ખૂબ ઉત્સાહિત છે.
ભારતનો વાન્ડરર્સમાં અદ્ભુત રેકોર્ડ છે કારણ કે તેઓ આ સ્થળે ક્યારેય ટેસ્ટ મેચ હારી નથી. ભારતે અત્યાર સુધીમાં અહીં 5 ટેસ્ટ રમી છે અને તેમાંથી 2 જીતી છે અને 3 ડ્રો રહી છે. બીજી તરફ, દક્ષિણ આફ્રિકાનો અહીં મધ્યમ રેકોર્ડ છે. તેઓ વાન્ડરર્સ ખાતે 42 ટેસ્ટ રમ્યા છે, જેમાં 18માં જીત અને 13માં હાર અને 11 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.