ભારત અને સાઉથ આફ્રિકાના (IND vs SA) ત્રણ મેચની વન-ડે સિરીઝની (IND VS SA ODI Series) પહેલી મેચ બુધવારે પાર્લ (Paarl) ખાતે રમાઈ રહી છે. ટીમ ઇન્ડિયા માટે આ મેચ મહત્વની રહેવાની છે. આ મેચમાં ભારતીય ફેન્સની નજર પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પર રહેશે. ટેસ્ટ મેચમાં હારનો સામનો કર્યા બાદ ભારતીય ટીમ (indian Team) આ મેચ જીતવા માટે મેદાનમાં ઉતરશે. આ મેચમાં વિરાટ કોહલી પાસે એક મોટો રેકોર્ડ બનાવવાની તક છે. કોહલી 9 રન (Virat Kohli Runs in ODI) બનાવતાની સાથે જ વન-ડે ઈન્ટરનેશનલમાં ભારત માટે વિદેશી ધરતી પર સૌથી વધારે રન બનાવનારો બેટ્સમેન બની જશે.
ઉલ્લેખનીય છે કે, લગભગ 4 વર્ષ બાદ વિરાટ કોહલી એક ખેલાડી તરીકે વનડે શ્રેણીની પ્રથમ મેચ રમવાનો છે. વિરાટ કોહલીએ પોતાની કેપ્ટનશિપ છોડ્યા બાદ તેના ફેન્સમાં નિરાશાનું વાતાવરણ જોવ મળી રહ્યું છે. ભારત અને સાઉથ આફ્રિકાની આ મેચમાં વિરાટ કોહલીએ માત્ર 9 રન બનાવવાના છે. વિરાટ કોહલી ક્રીઝ પર આવતાની સાથે જ ક્રિકેટનાં ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનો એક ખાસ રેકોર્ડ તોડી શકે છે. વિદેશી ધરતી પર વન ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે થઇ શકે છે.
<br />વિદેશી ધરતી પર વિરાટ કોહલીના રેકોર્ડ : વિરાટ કોહલી આ એલિટ ભારતીય યાદીમાં બીજા નંબરે છે. કોહલીએ અત્યાર સુધી 107 મેચમાં 58.12ની એવરેજથી 5057 રન ફટકાર્યા છે. જેમાં 20 સદી અને 23 અર્ધસદી થાય છે. જ્યારે આ યાદીમાં પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની 145 વન-ડે ઈન્ટરનેશનલમાં 4520 રનની સાથે ત્રીજા નંબરે છે.