India vs South Africa : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં 11મી જાન્યુઆરીથી ત્રીજી ટેસ્ટ મેચ રમાશે (IND vs SA 3rd Test) આ ત્રીજી ટેસ્ટ પહેલાં વિરાટ કોહલીની ફિટનેસ (Virat Kohli Fitness)ના અંગે સારા સમાચાર આવી ગયા છે. કોહલી ત્રીજી ટેસ્ટમાં રમે તે નક્કી છે. જોકે, ટીમમાં એક નવા ખેલાડીની એન્ટ્રી થાય કોઈ એક ખેલાડીને રજા આપવી પડે. આ સ્થિતિમાં કેટલાક ખેલાડીઓ એવા છે જેમાંથી કોઈ એકનું પત્તુ કપાઈ શકે છે. આ ખેલાડીઓ માથે લટકતી તલવાર છે (AFP)
પોતાના કરિયરમાં ફક્ત 13 ટેસ્ટ મેચ રમનાર હનુમા વિહારી (Hanuma Vihari)ને ગત ટેસ્ટમાં કેપ્ટન કોહલીના બદલે સ્થાન મળ્યું હતું. જોકે, વિહારીનું પ્રદર્શન ઠીક રહ્યુ છે પરંતુ પાછલી ટેસ્ટમાં તેની બેટિંગ સ્થિતિ મુજબની જ હતી. હવે બંને સુપરસ્ટાર ખેલાડી રહાણે અને પૂજારાને રમાડવા હોય તો આ ખેલાડીનું પત્તુ કપાઈ શકે છે.
દરમિયાન ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid)એ જણાવ્યું છે કે બીજી ટેસ્ટ બાદ મોહમ્મદ સિરાઝ (Mohammad Siraj) સંપૂર્ણ પણે સ્વસ્થ નથી. સિરાજની ફિટનેસનું આંકલન કરવું પડશે. દો સિરાજની ફિટનેસનો સવાલ સર્જાય તો તેને પડતો મૂકવામાં આવી શકે છે. જોકે, તેના બદલે કોહલી રમશે કે પછી બોલરને સ્થાન મળે તે નક્કી નથી. કોહલીની એન્ટ્રી થાય અને સિરાજ ઈન્જર્ડ જ રહે તો કોઈ બોલરને સ્થાન મળવું પાક્કુ માનવામાં આવે છે.