10 wickets Haul in Test Cricket: : મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાઈ રહેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં ભારતની તમામ વિકેટો એક જ ખેલાડીએ ઝડપી પાડી હતી. વાનખેડે સ્ટેડિયમમાં ભારતની તમામ 10 વિકેટ એજાઝ પટેલે ઝડપી હતી (IND vs NZ Second Test Ajaz Patel Picks 10 wickets) અને ન્યૂઝીલેન્ડના આ બોલેરે ઈતિહાસ સર્જ્યો છે. આ ખેલાડી છે મુંબઈમાં જન્મેલો એજાઝ પટેલ. એજાઝ પટેલ ટેસ્ટમાં એક ઈનિંગમાં 10 વિકેટ લેનારો ત્રીજો બોલર બન્યો છે. અગાઉ આ પરાક્રમ ભારતના અનિલ કુંબલે (Anil Kumble) અને ઈંગ્લેન્ડના જીમ લેકરે (Jim Laker) કર્યુ હતું
એજાઝ પટેલ- Ajaz Patel IND vs NZ 2021 મુંબઈ વાનખેડે : એજાઝ પટેલે ભારત ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં મુંબઈના વાનખેડે મેદાનમાં પ્રથમ ઈનિંગમાં 10 વિકેટ મેળવી હતી. ભારતના કેપ્ટન વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, શુભમન ગીલ, શ્રેયસ ઐયર, ઋદ્ઘીમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ અને મોહમ્મદ સિરાજ, મયંક અગ્રવાલની વિકેટ લીધી હતી. અગાઉ કુંબલે અને જીમ લેકર આ પરાક્રમ કરી ચુક્યા હતા પરંતુ ટેસ્ટ ક્રિકેટની પહેલી ઈનિંગમાં 10 વિકેટ લેવાનો રેકોર્ડ એજાઝ પટેલના નામે જશે.