નવી દિલ્લી : ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે ભારતે ટોસ જીતીને બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ કેપ્ટન વિરાટ કોહલીનો આ નિર્ણય સાચો સાબિત થયો ન હતો. કોહલી શૂન્ય રન કરને આઉટ થયો હતો. વિરાટને ઈંગ્લેન્ડના સ્પિનર મોઈન અલીએ બોલ્ડ કર્યો હતો. વિરાટ કોહલીને તેની કારકિર્દીમાં પ્રથમવાર કોઇ સ્પિનરે શૂન્ય રન પર આઉટ કર્યો છે. આ પ્રથમવાર નથી કે વિરાટ કોહલી શૂન્ય રન કરીને આઉટ થયો હોય, આ મેચના પહેલા પણ વિરાટ 10 વખત શૂન્ય રન પર આઉટ થયો છે. આ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બાંગ્લાદેશ સામે ઈન્દોર ટેસ્ટમાં શૂન્ય પર આઉટ થયો હતો.
મહત્વનું છે કે, ચેન્નાઇ ટેસ્ટમાં કોહલીના નામે એક અનોખો રેકોર્ડ છે. આવુ પહેલી વાર થયું છે કે તે સતત 2 વાર ઘરેલું મેદાન પર બોલ્ડ થયો હોય. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં પણ વિરાટ કોહલી ક્લિન બોલ્ડ થયો હતો. ટેસ્ટની બીજી ઈનિંગ્સમાં ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર બેન સ્ટોક્સે વિરાટને 72 રન પર આઉટ કર્યો હતો. ભારતમાં કોહલીએ 63 ઈનિંગ્સ રમી છે જેમાં તે 4 વાર બોલ્ડ થયો છે.
ટેસ્ટમાં કોહલી અત્યાર સુધી 11 વાર શૂન્ય પર આઉટ થયો છે. પ્રથમ વખત તે કારકિર્દીની બીજી ટેસ્ટ મેચમાં જ શૂન્ય રન કરીને આઉટ થયો હતો. વિરાટ કોહલી તેની કારકિર્દીમાં 4 વાર પહેલા અથવા તો બીજા બોલ પર આઉટ થયો છે. આ સિવાય તે એક વાર ઈનિંગ્સના ચોથા બોલ પર આઉટ થયો હતો. એક વખત 11માં બોલ પર આઉટ થયો હતો. ચેન્નાઇ ટેસ્ટમાં ભારતીય કેપ્ટન પાંચમાં બોલ પર આઉટ થયો હ
ભારતીય ટીમ માટે સારી બાબત એ છે કે વિરાટ કોહલી જે 10 મેચોમાં શૂન્ય રન કરીને આઉટ થયો તેમાંથી 4 મેચોમાં ભારતીય ટીમનો વિજય થયો છે. અને 4 વાર ટીમને હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે 2 વાર મેચ ડ્રો રહી હતી. અગાઉ તે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચમાં પણ શૂન્ય રન કરીને આઉટ થયો હતો પરંતુ તે મેચમાં ભારતીય ટીમનો વિજય થયો હતો.