Home » photogallery » રમતો » IND vs ENG: ચેન્નઈમાં ભારતનું પલડું ભારે, આંકડા પૂરી રહ્યા છે આ વાતની સાક્ષી

IND vs ENG: ચેન્નઈમાં ભારતનું પલડું ભારે, આંકડા પૂરી રહ્યા છે આ વાતની સાક્ષી

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England)વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ 5 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે

  • 14

    IND vs ENG: ચેન્નઈમાં ભારતનું પલડું ભારે, આંકડા પૂરી રહ્યા છે આ વાતની સાક્ષી

    નવી દિલ્હી : ભારત અને ઇંગ્લેન્ડ (India vs England)વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ 5 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. કોવિડ-19ના કારણે ભારતમાં એક વર્ષ કરતા વધારે સમય પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થશે. ગત વર્ષે માર્ચમાં ક્રિકેટ કેલેન્ડર બાધિત થયું હતું. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની પ્રથમ બે મેચ એમએમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં (MA Chidambaram Stadium)રમાશે. જ્યારે અંતિમ બે ટેસ્ટ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ અમદાવાદના મોટેરામાં રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈમાં 9 ટેસ્ટ રમાઇ છે, જ્યાં ઇંગ્લેન્ડનો રેકોર્ડ સારો છે. (તસવીર -BCCI)

    MORE
    GALLERIES

  • 24

    IND vs ENG: ચેન્નઈમાં ભારતનું પલડું ભારે, આંકડા પૂરી રહ્યા છે આ વાતની સાક્ષી

    ભારતનો સામનો તે ઇંગ્લેન્ડ સામે છે જે છેલ્લા 15 વર્ષમાં ભારતમાં ટેસ્ટ શ્રેણી (2012) જીતનાર એકમાત્ર ટીમ છે. ભારતે ઓસ્ટ્રેલિયામાં ચમત્કારિક પ્રદર્શન કરતા શ્રેણી 2-1થી જીતી હતી. જ્યારે ઇંગ્લેન્ડની ટીમે શ્રીલંકાને 2-0થી હરાવીને ભારત પહોંચી છે. જેથી આ શ્રેણીમાં રોમાંચક મેચો જોવા મળે તેવી સંભાવના છે. (તસવીર -BCCI)

    MORE
    GALLERIES

  • 34

    IND vs ENG: ચેન્નઈમાં ભારતનું પલડું ભારે, આંકડા પૂરી રહ્યા છે આ વાતની સાક્ષી

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 1934માં રમાઈ હતી. ત્યારથી બંને ટીમો ચેન્નઈમાં 9 મેચ રમ્યા છે. ભારતે 5 મેચમાં અને ઇંગ્લેન્ડે 3 મેચમાં જીત મેળવી છે. એક મેચ ડ્રો રહી છે. ઇંગ્લેન્ડે 1985માં અહીં અંતિમ વખત જીત મેળવી હતી. આ પછી ઇંગ્લેન્ડ ચેન્નઈમાં કોઈ મેચ જીત્યું નથી. (તસવીર -BCCI)

    MORE
    GALLERIES

  • 44

    IND vs ENG: ચેન્નઈમાં ભારતનું પલડું ભારે, આંકડા પૂરી રહ્યા છે આ વાતની સાક્ષી

    ભારતે જો વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન બનાવીને લોર્ડ્સમાં ન્યૂઝીલેન્ડ સામે મુકાબલો કરવો છે તો શાનદાર રમત બતાવવી પડશે. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની શ્રેણી સ્થગિત થવાથી ન્યૂઝીલેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગયું છે. હવે એક સ્થાન માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ટક્કર છે. હાલ ભારત 71.7 પોઇન્ટ સાથે પ્રથમ નંબરે છે. ઓસ્ટ્રેલિયા 69.2 પોઇન્ટ સાથે ત્રીજા અને ઇંગ્લેન્ડ 68.7 પોઇન્ટ સાથે ચોથા નંબરે છે. (તસવીર -BCCI)

    MORE
    GALLERIES