સૂર્યકુમાર યાદવની સાથે કેએસ ભારતે પણ લાંબી રાહ જોયા બાદ ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચમાં ડેબ્યુ કર્યું છે. ભારતને નવેમ્બર 2019માં ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું હતું. ત્યારે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝમાં તેને વિકેટકીપર રિદ્ધિમાન સાહાના કવર તરીકે ટીમમાં જોડવામાં આવ્યો હતો. જોકે, ત્યારે તેને રમવાની તક મળી નહોતી. (તમામ તસવીરોઃ KS Bharat Instagram)
શ્રીકર ભારત પાછલા ઘણાં વર્ષોથી ઈન્ડિયા-એ ટીમમાં અલગ-અલગ ટીમો સાથે રમી ચૂક્યો છે. પરંતુ ટેસ્ટમાં ડેબ્યુ કરવાની તક મળતી નહોતી. ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝ પહેલા ફર્સ્ટ ચોઈસ વિકેટકીપર રિષભ પંત રોડ અકસ્માતમાં ઘાયલ થયો હતો. આ પછી એવી આશા હતી કે ભારતનું ઓસ્ટ્રેલિયા સીરિઝમાં ડેબ્યુ થશે. જોકે, ઈશાન કિશનને પણ વિકેટકીપર તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ ટીમે ભરત પર વિશ્વાસ મૂક્યો છે.
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના રહેવાસી કેએસ ભારતને બાળપણથી જ ક્રિકેટનો શોખ છે. તેણે પોતાની આઈપીએલ ટીમ આરસીબીને આપેલા ઈન્ટરવ્યુમાં બાળપણ સાથે જોડાયેલા યાદો વાગોળી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે ગલી ક્રિકેટ રમતી વખતે તેણે પાડોશીઓના ઘરના કાચ તોડ્યા હતા. પિતા પાસે ફરિયાદ આવવા લાગી તો તેમણે મારું એડમિશન ક્રિકેટ એકેડમીમાં કરાવી દીધું હતું. અહીંથી જ મારા પ્રોફેશનલ ક્રિકેટની શરુઆત થઈ હતી.
16 વર્ષની ઉંમરમાં ભારતને પહેલીવાર સ્ટેટ ટીમમાં રમવાનો મોકો મળ્યો હતો. જે પછી તેના પિતા ખુશ થયા અને તેમણે કોચને ભારતના ક્રિકેટમાં ભવિષ્ય અંગે સવાલ કર્યો હતો. આ પછી પિતા શ્રીકાર ભારતને અભ્યાસ કે ક્રિકેટ બન્નેમાંથી એક પસંદ કરવા માટે કહ્યું હતું. એ કહેવાની જરુર નથી કે શ્રીકરે બેટ જ પસંદ કર્યું હતું.