Home » photogallery » રમતો » શરમની વાત! કેપ્ટન રોહિત શર્મા કરતાં તો 8-9 નંબરના બેટ્સમેને વધારે રન કર્યા, કાંગારૂઓ પણ મોં છુપાવશે

શરમની વાત! કેપ્ટન રોહિત શર્મા કરતાં તો 8-9 નંબરના બેટ્સમેને વધારે રન કર્યા, કાંગારૂઓ પણ મોં છુપાવશે

ગુજ્જુ ક્રિકેટરે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં માત્ર ટીમ ઈન્ડિયા તરફથી જ નહીં પરંતુ કાંગારૂ દિગ્ગજો કરતાં પણ વધુ રન બનાવ્યા હતા. 9 અને 8માં નંબર પર બેટિંગ કરવાની તક મળ્યા બાદ પણ તેના ખાતામાં રોહિત શર્મા, સ્ટીવ સ્મિથ અને ઓસ્ટ્રેલિયન દિગ્ગજ લાબુશેન કરતા વધુ રન છે.

 • 15

  શરમની વાત! કેપ્ટન રોહિત શર્મા કરતાં તો 8-9 નંબરના બેટ્સમેને વધારે રન કર્યા, કાંગારૂઓ પણ મોં છુપાવશે

  હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી પર સતત ચોથી વખત ભારતે કબજો કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ શાનદાર રમત બતાવીને શ્રેણી 2-1થી જીતી લીધી હતી, પરંતુ છેલ્લી મેચને બાદ કરતાં ભારતીય ટીમની બેટિંગ એટલી સારી રહી ન હતી. આશ્ચર્યજનક વાત  તો એ છે કે એવી પીચ પર જ્યાં રોહિત શર્મા જેવા દિગ્ગજ જ સારી ઇનિંગ રમી શકતા હતા, ગુજ્જુ ઓલરાઉન્ડર અક્ષર પટેલ 9 અને 8માં નંબરે આવ્યો હતો અને શાનદાર ઇનિંગ રમી હતી.-AP

  MORE
  GALLERIES

 • 25

  શરમની વાત! કેપ્ટન રોહિત શર્મા કરતાં તો 8-9 નંબરના બેટ્સમેને વધારે રન કર્યા, કાંગારૂઓ પણ મોં છુપાવશે

  ચાર ટેસ્ટ મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમ માટે સ્પિનર ​​ઓલરાઉન્ડર તરીકે રમી રહેલા અક્ષર પટેલને  બોલિંગ માટે ઓછો અને બેટિંગ માટે વધુ યાદ રાખવામા આવશે. આ શ્રેણીમાં અક્ષર પટેલે કુલ 3 અડધી સદી ફટકારી હતી અને બે ઇનિંગમાં તો તે સદીની ખૂબ નજીક આવ્યો હતો પરંતુ સદી ચૂકી ગયો હતો. -AP

  MORE
  GALLERIES

 • 35

  શરમની વાત! કેપ્ટન રોહિત શર્મા કરતાં તો 8-9 નંબરના બેટ્સમેને વધારે રન કર્યા, કાંગારૂઓ પણ મોં છુપાવશે

  અક્ષર પટેલે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં માત્ર ટીમ ઈન્ડિયા તરફથી જ નહીં પરંતુ કાંગારૂ દિગ્ગજો કરતાં પણ વધુ રન બનાવ્યા હતા. 9 અને 8માં નંબર પર બેટિંગ કરવાની તક મળ્યા બાદ પણ તેના ખાતામાં રોહિત શર્મા, સ્ટીવ સ્મિથ અને ઓસ્ટ્રેલિયન દિગ્ગજ લાબુશેન કરતા વધુ રન છે. આ આખી સીરિઝમાં ટોપ રન સ્કોરરની યાદીમાં ઓસ્ટ્રેલિયાનો ઉસ્માન ખ્વાજા પ્રથમ નંબરે અને અક્ષર ત્રીજા સ્થાને રહ્યો હતો. - AP

  MORE
  GALLERIES

 • 45

  શરમની વાત! કેપ્ટન રોહિત શર્મા કરતાં તો 8-9 નંબરના બેટ્સમેને વધારે રન કર્યા, કાંગારૂઓ પણ મોં છુપાવશે

  આ શ્રેણીમાં અક્ષર પટેલે નંબર 9, નંબર 8 અને પછી નંબર 7 પર બેટિંગ કરી અને ત્રણેય બેટિંગ ઓર્ડર પર અડધી સદી ફટકારી. બોર્ડર ગાવસ્કર સિરીઝ દરમિયાન અક્ષર પટેલે 4 ટેસ્ટ મેચની 5 ઇનિંગમાં એક માં તો  84 રનની સૌથી મોટી ઇનિંગ સાથે કુલ 264 રન બનાવ્યા હતા. -AP

  MORE
  GALLERIES

 • 55

  શરમની વાત! કેપ્ટન રોહિત શર્મા કરતાં તો 8-9 નંબરના બેટ્સમેને વધારે રન કર્યા, કાંગારૂઓ પણ મોં છુપાવશે

  આ સિરીઝમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 4 મેચની 6 ઇનિંગ્સમાં 242 રન બનાવ્યા હતા. તેણે ટેસ્ટ શ્રેણીની શરૂઆત શાનદાર સદીથી કરી હતી પરંતુ તે પછી તે મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો. જ્યારે વિરોધી ટીમના ઓપનર  ઓસ્ટ્રેલિયાના ઉસ્માન ખ્વાજાએ કુલ 333 રન બનાવ્યા જ્યારે ધુરંધર બેટ્સમીનો  માર્નસ લાબુશેને 244 અને કેપ્ટન સ્ટીવ સ્મિથે માત્ર 145 રન બનાવ્યા.-AP

  MORE
  GALLERIES