અમદાવાદમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ફાઇનલ મેચ ભારતીય ટીમ માટે મેચ કરો યા મરો જેવી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સીધા જ ક્વોલિફાય થવા માટે ભારતે કોઈ પણ સંજોગોમાં ઓસ્ટ્રેલિયાને હરાવવું પડશે. ફાઈનલ ટેસ્ટ 9 માર્ચથી અમદાવાદમાં યોજાવાની છે. ત્રીજી ટેસ્ટમાં કાંગારૂ ટીમે 9 વિકેટે જીત મેળવી હતી.. (AFP)
અત્યાર સુધી ટીમ ઈન્ડિયા જોકે શ્રેણીમાં 2-1થી આગળ છે. ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવવા માટે ભારતીય ટીમને 4માંથી ઓછામાં ઓછી 3 મેચ જીતવી પડે એમ હતી. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલા સ્થાન પર છે. તે ફાઈનલ માટે પણ ક્વોલિફાઈ થઈ ગઈ છે. ભારતીય ટીમ બીજા નંબર પર છે. માટે હવે ફાઇનલમાં પણ તેની જ સામે ટક્કર થશે. (AFP)
ગુજરાતી ખેલાડી અને ડાબોડી સ્પિનર અક્ષર પટેલ વર્તમાન શ્રેણીમાં અત્યાર સુધી માત્ર એક જ વિકેટ લઈ શક્યો છે. પરંતુ તેણે 2 અડધી સદી ફટકારી છે. અને બેટિંગમાં મહત્વનુ યોગદાન આપ્યું છે. અમદાવાદમાં આ બોલરનું પ્રદર્શન શાનદાર છે. તેણે અહીં 2 ટેસ્ટમાં 9ની એવરેજથી 20 વિકેટ લીધી છે. અહીં 38 રનમાં 6 વિકેટ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. આવી સ્થિતિમાં ફરી એકવાર તે કિલર બોલિંગ માટે તૈયાર છે. જોવાનું રહેશે કે આ મેચમાં તે કેવો કમાલ બતાવે છે. (AP)
ત્રીજી ટેસ્ટમાં ગુજરાતનાં જ ખેલાડી ચેતેશ્વર પૂજારાએ સંઘર્ષપૂર્ણ અડધી સદી ફટકારી હતી. જો કે અમદાવાદમાં તેમનું પ્રદર્શન વધુ જોવાલાયક છે. તેણે 3 ટેસ્ટની 4 ઇનિંગ્સમાં 132ની એવરેજથી 264 રન બનાવ્યા છે. આ મેદાન પર અણનમ 206 રન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તે ફરી એકવાર અહીં સારું પ્રદર્શન કરીને ઓસ્ટ્રેલિયાને આંચકો આપવા તૈયાર રહેશે. (AP)
કેપ્ટન રોહિત શર્માએ વર્તમાન શ્રેણીમાં સદી ફટકારી છે. અમદાવાદમાં તેણે 3 ઇનિંગ્સમાં 70ની એવરેજથી 140 રન બનાવ્યા છે. 66 રન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. ફાઈનલ મેચમાં તે ફરી એકવાર ટીમ માટે મહત્વની ઈનિંગ્સ રમવા માંગશે અને કેપ્ટન તરીકે ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ સુધી દોરી જવાની ઈચ્છા રાખશે.