Home » photogallery » રમતો » IND vs AUS, 4th Test: આ કારણથી ભારતે અમદાવાદની ટેસ્ટ જીતવી બહુ જ જરુરી, ઓસ્ટ્રેલિયાના સ્પિનરને ઠારવો પડશે

IND vs AUS, 4th Test: આ કારણથી ભારતે અમદાવાદની ટેસ્ટ જીતવી બહુ જ જરુરી, ઓસ્ટ્રેલિયાના સ્પિનરને ઠારવો પડશે

IND Vs AUS, 4th Test: અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમવાની છે. આ મેચમાં ભારતે કમાલ કરવી પડશે, જો મેચ ડ્રો જાય કે હાર મળે તો ભારતની મુશ્કેલી ભવિષ્યમાં વધી શકે છે. આ માટે નાથન લાયનને ઠંડો પાડવો પણ ભારત માટે બહુ જ જરુરી છે.

  • News18 Gujarati
  • |
  • | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

  • 110

    IND vs AUS, 4th Test: આ કારણથી ભારતે અમદાવાદની ટેસ્ટ જીતવી બહુ જ જરુરી, ઓસ્ટ્રેલિયાના સ્પિનરને ઠારવો પડશે

    2-1થી ભારત ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં આગળ છે હવે અંતિમ મેચમાં કોનું પલડું ભારે રહેશે તે અંગેના વિવિધ સમિકરણો પર ચર્ચાઓ ક્રિકેટ રસિયાઓ કરી રહ્યા છે. પહેલી બે ટેસ્ટમાં જીત મેળવ્યા બાદ નાગપુરમાં રમાયેલી મેચમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટથી જીતી લીધી હતી. હવે આ સિરીઝની અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચમાં ભારતીય બોલરો અને બેટ્સમેન હાવી થઈ શકશે કે નહીં?

    MORE
    GALLERIES

  • 210

    IND vs AUS, 4th Test: આ કારણથી ભારતે અમદાવાદની ટેસ્ટ જીતવી બહુ જ જરુરી, ઓસ્ટ્રેલિયાના સ્પિનરને ઠારવો પડશે

    ટીમ ઈન્ડિયા માટે અમદાવાદની ટેસ્ટ લગભગ કરો યા મરો બની રહેશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફિની ત્રીજી મેચ ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટથી જીતી લીધી હતી. એવામાં વર્લ્ડ ચેમ્પ્યિનશિપની ફાઈનલમાં ડિરેક્ટર ક્વોલિફાય થવા માટે ભારતે ચોથી ટેસ્ટ કોઈ પણ હાલમાં જીતવી પડશે.

    MORE
    GALLERIES

  • 310

    IND vs AUS, 4th Test: આ કારણથી ભારતે અમદાવાદની ટેસ્ટ જીતવી બહુ જ જરુરી, ઓસ્ટ્રેલિયાના સ્પિનરને ઠારવો પડશે

    ચોથી અને અંતિમ ટેસ્ટ અમદાવાદમાં 9 માર્ચે રમાવાની છે. ભારતીય ટીમ સિરીઝમાં હાલ 2-1થી આગળ ચાલી રહી છે. અમદાવાદમાં ભારતની જીત હાંસલ કરવા માટે દિગ્ગજ ઓફ સ્પિનર નાથન લાયથી સાવધાન રહેવું પડશે. ઈન્દોરમાં થયેલી ત્રીજી ટેસ્ટમાં 11 વિકેટ લીધી હતી.

    MORE
    GALLERIES

  • 410

    IND vs AUS, 4th Test: આ કારણથી ભારતે અમદાવાદની ટેસ્ટ જીતવી બહુ જ જરુરી, ઓસ્ટ્રેલિયાના સ્પિનરને ઠારવો પડશે

    ઈન્દોરના સ્પિન ટ્રેકની વાત કરો, તો નાથન લાયન પહેલી ઈનિંગ્સમાં 3 જ્યારે બીજી ઈનિંગ્સમાં 8 વિકેટ લીધી હતી. તે ભારતમાં ટેસ્ટમાં 2 વખત 8 અને એકવાર 7 વિકેટ લઈ ચૂક્યો છે. ટેસ્ટમાં ભારત સામે સૌથી વધુ વિકેટ લેનાર બોલરની વાત કરીએ તો નાથલ લાયન ટોપ પર છે.

    MORE
    GALLERIES

  • 510

    IND vs AUS, 4th Test: આ કારણથી ભારતે અમદાવાદની ટેસ્ટ જીતવી બહુ જ જરુરી, ઓસ્ટ્રેલિયાના સ્પિનરને ઠારવો પડશે

    35 વર્ષના નાથન લાયને ભારત સામે 25 ટેસ્ટમાં 32ની એવરેજથી 113 વિકેટ લીધી છે. જેમાં 50 રન આપીને 8 વિકેટનું બેસ્ટ પરફોર્મન્સ છે. 9 વખત તેણે 5 વિકેટ અને 2 વખત 10 વિકેટ લીધી છે. હાલની સિરીઝમાં તેણે 19 વિકેટ લઈ લીધી છે. ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજાએ 21 તો ઓફ સ્પિનર આર અશ્વિને 18 વિકેટ લીધી છે.

    MORE
    GALLERIES

  • 610

    IND vs AUS, 4th Test: આ કારણથી ભારતે અમદાવાદની ટેસ્ટ જીતવી બહુ જ જરુરી, ઓસ્ટ્રેલિયાના સ્પિનરને ઠારવો પડશે

    ટેસ્ટમાં સ્પિન બોલરના પ્રદર્શનનને જોઈએ તો નાથલ લાયને ભારતના આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજા બન્નેથી આગળ છે. લાયને 118 ટેસ્ટમાં 31ની એવરેજથી 479 વિકેટ લીધી છે. તે 500 વિકેટથી માત્ર 21 પગલા દૂર છે. 23 વખત 5 અને 4 વખત 10 વિકેટ લીધી છે.

    MORE
    GALLERIES

  • 710

    IND vs AUS, 4th Test: આ કારણથી ભારતે અમદાવાદની ટેસ્ટ જીતવી બહુ જ જરુરી, ઓસ્ટ્રેલિયાના સ્પિનરને ઠારવો પડશે

    આર અશ્વિના ટેસ્ટ રેકોર્ડને જોઈએ તો તેણે 91 ટેસ્ટમાં 469 વિકેટ લીધી છે. 31 વારમાં 5 વિકેટ પોતાના નામે કરી છે. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 63 ટેસ્ટમાં 263 વિકેટ લીધી છે. 42 રન આપીને 7 વિકેટ બેસ્ટ પ્રદર્શન છે. 12 વખત 5 વિકેટ લીધી છે.

    MORE
    GALLERIES

  • 810

    IND vs AUS, 4th Test: આ કારણથી ભારતે અમદાવાદની ટેસ્ટ જીતવી બહુ જ જરુરી, ઓસ્ટ્રેલિયાના સ્પિનરને ઠારવો પડશે

    ભારતમાં વિદેશી સ્પિનર તરીકે સૌથી વધુ વિકેટ લેવાના મામલે નાથન બીજા નંબર પર છે. તે અમદાવાદમાં નંબર-1 પર પહોંચી શકે છે. લાયને 10 ટેસ્ટમાં 53 વિકેટ લીધી છે જ્યારે શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરન અને પૂર્વ દિગ્ગજ શેન વોર્ન કરતા આગળ નીકળી શકે છે.

    MORE
    GALLERIES

  • 910

    IND vs AUS, 4th Test: આ કારણથી ભારતે અમદાવાદની ટેસ્ટ જીતવી બહુ જ જરુરી, ઓસ્ટ્રેલિયાના સ્પિનરને ઠારવો પડશે

    વિદેશી સ્પિનરે ભારતમાં સૌથી વધુ વિકેટ લીધી હોય તે રેકોર્ડ ઈંગ્લેન્ડના ડાબોડી સ્પિનર ડેરેક અંડરવૂડના નામે છે. તેમણે 16 ટેસ્ટમાં 54 વિકેટ લીધી છે. 84 રન આપીને 5 વિકેટ બેસ્ટ પ્રદર્શન છે. એટલે કે લાયન રેકોર્ડથી માત્ર બે વિકેટ દૂર છે.

    MORE
    GALLERIES

  • 1010

    IND vs AUS, 4th Test: આ કારણથી ભારતે અમદાવાદની ટેસ્ટ જીતવી બહુ જ જરુરી, ઓસ્ટ્રેલિયાના સ્પિનરને ઠારવો પડશે

    વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો અહીં જગ્યા બનાવવા માટે અમદાવાદ ટેસ્ટ જીતવી પડશે. ભારતીય ટીમ આ મેચ હારે છે કે ડ્રો રહે છે તો શ્રીલંકાની ટીમ મુશ્કેલી ઉભી કરી શકે છે.

    MORE
    GALLERIES