વર્લ્ડ કપમાં મેન ઇન બ્લૂ એટલે કે ટીમ ઇન્ડિયાનો વિજયી અભિયાન ચાલુ છે. 30 જૂનનાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ વિરાટ કોહલીની ટીમ મેદાન પર ઉતરશે. બંને ટીમ માટે મેચ અહમ હશે. જ્યાં આ જીતની સાથે ભારતીય ટીમ સેમીફાઇનલમાં પ્રવેશ કરી લેશે. ત્યાં ટૂર્નામેન્ટથી બહારની કગાર પર ઉભેલી ઇંગ્લિશ ટીમ જો આ મેચ જીતી ગઇ તો તેને એક જીવનદાન મળી જશે. રવિવારે યોજાનારી આ મેચમાં ભારતીય ટીમ એક અલગ જ રંગમાં નજર આવશે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટીમ ઇન્ડિયા બ્લૂ નહીં પણ ભગવા જર્સીમાં મેદાન પર ઉતરશે.
ટીમ ઇન્ડિયાની આ નવી જર્સીનો રંગ ભગવો હોવાને કારણે વિવાદ પણ થયો છે. ભારતમાં ઘણી રાજકીય દળનાં આ મમલે BCCIને ઘેરવામાં આવી. તેમનું કહેવું હતું કે, BCCIએ આ રંગ કેન્દ્ર સરકારને ખુશ કરવાં પસંદ કર્યો છે. તો ICCએ આ આરોપોને તેમ કહીંને નકારી કાઢ્યા હતાં કે, કલર કોમ્બિનેશન તેમનાં તરફથી BCCIને મોકલવામાં આવ્યું હતું. તેમને તે કોમ્બિનેશન પસંદ કર્યું જે તેમને ઠીક લાગ્યું. (Photo- Twitter)