Home » photogallery » રમતો » વર્લ્ડ કપ: સેમિ ફાઇનલમાં કઇ ટીમ સામે થઈ શકે છે ભારતનો મુકાબલો, જાણો

વર્લ્ડ કપ: સેમિ ફાઇનલમાં કઇ ટીમ સામે થઈ શકે છે ભારતનો મુકાબલો, જાણો

વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતીય ટીમ સાતમી વખત સેમિ ફાઇનલમાં પહોંચી

विज्ञापन

  • 15

    વર્લ્ડ કપ: સેમિ ફાઇનલમાં કઇ ટીમ સામે થઈ શકે છે ભારતનો મુકાબલો, જાણો

    ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને હરાવીને 2019ના વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતીય ટીમ સાતમી વખત સેમિ ફાઇનલમાં પહોંચી છે. જેમાં ત્રણ વખત ભારતને ફાઇનલ રમવાની તક મળી છે. હવે સવાલ થાય છે કે શું આ વખતે પણ ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચવા સફળ રહેશે. સાથે ભારતનો મુકાબલો સેમિ ફાઇનલમાં કઇ ટીમ સામે થઈ શકે છે? આવો જાણીએ સેમિ ફાઇનલનું સમીકરણ. (ફોટો- AP)

    MORE
    GALLERIES

  • 25

    વર્લ્ડ કપ: સેમિ ફાઇનલમાં કઇ ટીમ સામે થઈ શકે છે ભારતનો મુકાબલો, જાણો

    ટીમ ઇન્ડિયાએ અત્યાર સુધી 8 મેચમાંથી 6માં જીત મળી છે.13 પોઇન્ટ સાથે હાલ ભારતીય ટીમ બીજા નંબરે છે. ભારતને હજુ એક મેચ શ્રીલંકા સામે રમવાની છે. આ મેચમાં જીત મેળવશે તો ટીમ ઇન્ડિયાના 15 પોઇન્ટ થઈ જશે. જોકે આ જીત છતા ઓસ્ટ્રેલિયા ટોપ ઉપર ના પહોંચે તેવી ગેરન્ટી નહીં હોય કારણ કે પોઇન્ટ ટેબલમાં ટીમ ઇન્ડિયા નંબર વન રહેશે કે નહીં તે ઓસ્ટ્રેલિયાની અંતિમ મેચ નક્કી કરશે. ઓસ્ટ્રેલિયા અંતિમ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે રમવાનું છે અને તે મેચમાં જીત મેળવશે તો તે ટોચના સ્થાને રહેશે. (ફોટો- AP)

    MORE
    GALLERIES

  • 35

    વર્લ્ડ કપ: સેમિ ફાઇનલમાં કઇ ટીમ સામે થઈ શકે છે ભારતનો મુકાબલો, જાણો

    ભારત - નંબર બે ઉપર રહે તો સેમિ ફાઇનલમાં કોની સાથે સાથે ટક્કર? - બધા જ સમીકરણો ઉપર નજર નાખવામાં આવે તો એવું લાગી રહ્યું છે કે ભારતીય ટીમ પોઇન્ટ ટેબલમાં બીજા નંબરે રહી શકે છે. નંબર બે ઉપર રહે તો તેનો સેમિ ફાઇનલ મુકાબલો ત્રીજા નંબરની ટીમ સાથે થશે. હાલ પોઇન્ટ ટેબલમાં 11 પોઇન્ટ સાથે ન્યૂઝીલેન્ડ ત્રીજા સ્થાને છે. જો ન્યૂઝીલેન્ડ અંતિમ મેચમાં જીત મેળવશે તો તે ત્રીજા સ્થાને રહેશે. એટલે કે સેમિ ફાઇનલમાં ઇન્ડિયાનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થઈ શકે છે. (ફોટો- AP)

    MORE
    GALLERIES

  • 45

    વર્લ્ડ કપ: સેમિ ફાઇનલમાં કઇ ટીમ સામે થઈ શકે છે ભારતનો મુકાબલો, જાણો

    ...તો સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સાથે થશે મુકાબલો? - આજે ઇંગ્લેન્ડની ટીમ પોતાની અંતિમ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી દે તો તે ત્રીજા નંબરે પહોંચી જશે. આવા સંજોગોમાં સેમિ ફાઇનલમાં ટીમ ઇન્ડિયા સામે ઇંગ્લેન્ડનો મુકાબલો થઈ શકે છે.(ફોટો- AP)

    MORE
    GALLERIES

  • 55

    વર્લ્ડ કપ: સેમિ ફાઇનલમાં કઇ ટીમ સામે થઈ શકે છે ભારતનો મુકાબલો, જાણો

    પાકિસ્તાન સાથે મુકાબલો? - જો કોઈ ચમત્કાર થયો તો પાકિસ્તાનની ટીમ પણ સેમિ ફાઇનલમાં પહોંચી શકે છે. આવા સમયે તે ચોથા નંબરે રહેશે. બીજી તરફ ટીમ ઇન્ડિયાનો અંતિમ મેચમાં વિજય થાય અને ઓસ્ટ્રેલિયાનો અંતિમ મેચમાં પરાજય થાય તો ભારત પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને આવી જાય. આવા સંજોગોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમિ ફાઇનલ મુકાબલો રમાઈ શકે છે. (ફોટો- AP)

    MORE
    GALLERIES