ઉલ્લેખનીય છે કે મેક્સવેલ હાલમાં જ ટીવી ચેનલ અલ જઝીરા તરફથી જાહેર કરેલી ડોક્યુમેન્ટ્રીમાં સ્પોટ ફિક્સિંગ સાથે જોડાયેલા આરોપ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. અલ જઝીરાએ થોડાક મહિના પહેલા જ ડોક્યુમેન્ટ્રીમાં ક્રિકેટ ફિક્સિંગ સાથે જોડાયેલી વાતોને બહાર લાવી હતી. જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં 2017માં રમાયેલી ટેસ્ટ મેચ પણ સામેલ હતી. આઈસીસીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. માનવામાં આવે છે કે આ મામલે મેક્સવેલની પુછપરછ થઈ શકે છે. જોકે મેક્સવેલે બધા આરોપને પાયા વિહોણા ગણાવ્યા છે.