વેસ્ટ ઇન્ડીઝના આન્દ્રે રસેલને દુનિયાનો સૌથી આક્રમક ઓલરાઉન્ડર માનવામાં આવે છે. શનિવારે સીપીએલ 2018માં તેણે ફક્ત 40 બોલમાં 100 રન ફટકારી ટીમને જીત અપાવી હતી. પોતાની શતકીય ઇનિંગ્સ દરમિયાન રસેલે 13 સિક્સર ફટકારી હતી. આટલું જ નહીં બોલિંગમાં હેટ્રિક પણ ઝડપી હતી. મેચમાં એકસમયે તેની ટીમ જમૈકાએ 40 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. પણ રસેલે ઓલરાઉન્ડર પ્રદર્શનની મદદથી હારેલી મેચ જીતાડી દીધી હતી. જે રીતે રસેલ મેદાનમાં આક્રમક ઓલરાઉન્ડર છે. તેવી જ રીત તેની પત્ની મોડલિંગની દુનિયામાં ધમાકો મચાવે છે. રસેલની પત્ની સૌથી સુંદર કેરેબિયન મોડલમાંથી એક છે.