મંડી : કોરોના કાળના કારણે લાખો રૂપિયા કમાણી કરનાર પહેલવાને પોતાનું અને પોતાના પરિવારનું પેટ પાળવા માટે કુલીનું કામ કરવું પડી રહ્યું છે. કુલીનું આ કામ પમ પહેલવાનને ગણી મુશ્કેલીબાદ મળ્યું. કાંગડા જિલ્લાના આ નામી પહેલવાન છેલ્લા બે મહિનાથી માર્કેટયાર્ડમાં કુલીનું કામ કરી બે વખતની રોટી કમાઈ રહ્યો છે.
કોરોના વાયરસથી બચવા માટે સરકારે પુરા દેશમાં લોકડાઉન આપવું પડ્યું હતું. જોકે, હવે અનલોકની પ્રક્રિયા પૂરા દેશમાં ચાલી રહી છે પરંતુ ગણા એવા કાર્યક્રમ છે જેના આયોજન પર સરકારે પૂરી રીતે પ્રતિબંધ લગાવી રાખ્યો છે. આમાં એક કુશ્તી પ્રતિયોગિતા પણ છે. હિમાચલ પ્રદેશના અનેક પહેલવાન એવા છે જેમની રોજી-રોટી કુશ્તી પ્રતિયોગિતા પર ટકેલી છે. આમાંથી જ એક છે કાંગડા જિલ્લાના નુરપુરના રહેવાસી 29 વર્ષિય ગોલુ પહેલવાન ઉર્ફે દેશરાજ.
ગોલુ પહેલવાને જણાવ્યું કે, ગણી નોકરી શોધ્યા બાદ પણ તેને પોતાના વ્યવસાયમાં કામ ન મળ્યું તો તે કુલીનું કામ કરવા માટે માર્કેટયાર્ડમાં આવી ગયો. ગોલૂ પહેલવાન માર્કેટયાર્ડમાં એક સરકારી ગોડાઉનમાં કુલીનું કામ કરી રહ્યો છે. જ્યાં તેને એક ક્વિન્ટલ ભાર ઉઠાવવાના બદલામાં 5 રૂપિયા મળે છે. આ પ્રકારે મુશ્કેલથી તે મહિનામાં 8થી 10 હજાર કમાણી કરી પોતાના પરિવારનું ભરણ ભોષણ કરી રહ્યો છે.
ગોલૂ પહેલવાને રાજ્ય સરકારને વિનંતી કરી છે કે, કુશ્તી પ્રતિયોગિતાઓ પર પ્રતિબંધને સરકાર તુરંત પ્રભાવથી હટાવે, જેથી પ્રદેશના પહેલવાન પોતાનું દમ દેખાડી રોજી-રોટી કમાઈ શકે. તેમણે સરકારને ભલામણ કરી છે કે, પ્રદેશમાં માત્ર સ્થાનિક પહેલવાનો વચ્ચે જ દંગલ કરાવવામાં આવે અને બહારના પહેલવાનોને હાલમાં કોરોનાના કારણે ના બોલાવવામાં આવે.