ભારત સહિત વિશ્વમાં ક્રિકેટના અનેક ચાહકો છે. ક્રિકેટ (Cricket)ના ટી-20 ફોર્મેટના કારણે ચાહકોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. ખાસ કરીને એશિયન દેશોમાં ક્રિકેટ (Cricket in Asian countries)ની લોકપ્રિયતા વધી છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા સહિતના દેશોમાં ક્રિકેટ શેરીએ ગલીએ રમાય છે અને લોકો ક્રિકેટના ખેલાડીઓને ખૂબ જ માન આપે છે. આજે ભારતીય ક્રિકેટ બોર્ડ વિશ્વ (BCCCI)નું સૌથી ધનવાન બોર્ડ છે. દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરે છે અને ખેલાડીઓને મસમોટા પગાર ચૂકવે છે. આમ તો ફૂટબોલના ખેલાડીઓ જેટલી આવક ક્રિકેટર્સને થતી નથી, પણ તેઓ કરોડોમાં કમાય છે. આજે અહીં સુધી વધુ પગાર લેતા ટોચના કેપ્ટન અંગે જાણકારી આપવામાં આવી છે.
જો રૂટ - ઇંગ્લેન્ડની ટીમનો સુકાની રૂટ સૌથી વધુ પગાર લેનાર ક્રિકેટરોની યાદીમાં ટોચ પર છે. તેને અંદાજે 8.97 કરોડ જેટલો તોતિંગ પગાર મળે છે. કમાણીની સરખામણીએ ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ ભારતીય ક્રિકેટ બોર્ડ જેટલું મોટું નથી, પરંતુ ખેલાડીઓને વળતર આપવાની બાબતમાં વિશ્વના બધા જ બોર્ડ કરતા આગળ છે. ઇંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે રૂટને ટેસ્ટ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ તેમજ વ્હાઇટ બોલ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ એમ બંનેમાં સામેલ કર્યો છે.
બાબર આઝમ વર્તમાન સમયે બાબરા આઝમ પાકિસ્તાનના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે. પરંતુ સેલેરીની બાબતમાં તે અન્ય દેશોના ખેલાડીઓ કરતા ઘણો પાછળ છે. બાબરે ક્રિકેટના બધા જ ફોર્મેટમાં પોતાનું સારું પ્રદર્શન કર્યું છે. છતાં પણ તેને પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ દ્વારા માત્ર 62.40 લાખ જેટલી સેલેરી ચૂકવવામાં આવે છે.