રૂબેલ હુસૈન - બાંગ્લાદેશના ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર રુબેલ હુસૈન પર 2015માં બાંગ્લાદેશની અભિનેત્રી નાજનીન અખ્તરે બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. સાથે મારપીટ જેવા આરોપો પણ લગાવવામાં આવ્યા હતા, જેને લઈ આ ખેલાડીએ જેલની હવા પણ ખાવી પડી હતી. બાદમાં તેને ક્રિકેટ વિશ્વકપમાં ભાગ લેવા માટે કોર્ટે જામીન પર મુક્ત કર્યો હતો.
અમિત મિશ્રા - આ લિસ્ટમાં એકમાત્ર ભારતીય ખેલાડી છે - અમિત મિશ્રા. 2015માં બેંગ્લોરમાં ટીમ ઈન્ડીયાના આ બોલર પર તેમની એક મહિલા મિત્રએ મારપીટ અને ઉત્પીડનનો આરોપ લગાવ્યો, ત્યારબાદ બેંગ્લોર પોલીસે તેની ધરપકડ કરી હતી. પોતાની ફરિયાદમાં મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, જ્યારે તે ક્રિકેટરને મળવા તેના રૂમમાં ગઈ તો, મિશ્રાએ તેનું શારીરિક શોષણ કર્યું. જોકે, આ મામલે અમિત મિશ્રાને તૂરંત જામીન મળી ગઈ હતી, બાદમાં પીડિત મહિલાએ પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. મિશ્રાએ ટીમ ઈન્ડીયા માટે ફેબ્રુઆરી 2017ના રોજ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની ચેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. હાલમાં તે આઈપીએલ અને ઘરેલુ ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કરી રહ્યો છે.