Hasan Ali : ગઈકાલે રમાયેલી ઓસ્ટ્રેલિયા વર્સિસ પાકિસ્તાન (Aus vs Pak)ની મેચમાં પાકિસ્તાનની હાર થઈ છે. વર્લ્ડકપ ટી20ની સેમિફાઇનલમાં (Aus vs pak world cup semifinal)માં પાકિસ્તાનની હારનું કારણ ફાસ્ટ બોલર હસન અલીને ગણાવાવમાં આવી રહ્યો છે. હસન અલીએ ઓસ્ટ્રેલિયાના વિકેટ કિપર મેથ્યૂ વાડે (Hasan ali Dropped catch of Mathew Wade)નો કેચ છોડ્યો અને બાજી પલટી ગઈ હતી. આ ઘટના બાદ હસન અલી ટ્રોલ થઈ રહ્યો છે. જોકે, હસન અલીનું ભારત કનેક્શન પણ છે. હસન અલી ફ્લાઇટ એન્જિનિયર સામિયા આરઝૂને પરણ્યો છે જે ભારતની રહેવાસી હતી (Hasan ali Wife samiya Arzoo)
હસન અલી અને સામિયા આરઝૂ વચ્ચે દુબઈમાં મુલાકાત થઈ હતી. ફરિદાબાદના રહેવાસી પરિવારની સામિયા સાથે તેણે વર્ષ 2019માં લગ્ન કર્યુ હતું. આ બંનેની મુલાકાત દુબઈમાં થયા બાદ બંનેએ ડેટિંગ શરૂ કરી દીધું હતું. સામિયાનો પરિવાર ભારતીય હોવાથી લગ્નના આડે સમસ્યાઓ આવી શકે તેમ હતી. જોકે, આખરે બંનેએ સંમતિથી લગ્ન કર્યા હતા.